________________
GE :
અને સ્ત્રીઓને કાઈપણ જાતના હક્ક વગરની કરી મૂકી હતી તે એટલે સુધી કે સ્ત્રીએ શાઓ ન ભણી શકે, મેક્ષના દ્વાર તેા તેમને માટે બંધ જ કરવામાં આવ્યાં હતાં. યજ્ઞથી દેવ પ્રસન્ન રહે છે, યજ્ઞ કરવાથી સ્વ મળે છે તેમ સમજાવી યજ્ઞના નામે અને ધર્મના નામે હિંસા ઘણી વધી ગઇ હતી. બ્રાહ્મણ સિવાયના બીજા તુચ્છ ગણાવા લાગ્યા અને ધર્મને નામે અનેક ધતીંગા ચાલવા લાગ્યાં. આ જાતના ધમમય અત્યાચારીથી લેકે અકળાઇ ગયા હતા. આ સમયે આ જાતની ધાર્મિક પ્રવૃત્તિને પ્રતિકાર કરવા જ જાણે એ મહાન ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધના જન્મ થયા.
વ્યક્તિ
મહાવીરે પાર્શ્વનાથથી ચાલ્યા આવતા જૈનધર્મને નવું જોર આપ્યુ. અને મુદ્દે નવા ધર્મ સ્થાપ્યા. બંનેએ બ્રાહ્મણુ ધવિરુદ્ધ પોતપોતાના ધર્માંતા ફેલાવા વધારવા માંડ્યો. ઘણા બુદ્ધિમાન બ્રાહ્મણો પણ પોતાના ધથી કંટાળ્યા હતા અને તેમાંના ઘણાખરા મહાવીર અને બુદ્ધના ઉપદેશથી પ્રભાવિત થઇ તેમના ધર્મોમાં ભળવા લાગ્યા.
.
મહાવીરનું જીવન અને વ્યક્તિત્વ જેનેમાં સૌથી વધારે જાણીતુ છે. જૈનેાના મુખ્ય તહેવાર પર્યુષણામાં તેમનુ જીવન દર વર્ષે વાંચવામાં અને સાંભળવામાં આવે છે. પર્યુષણામાં વહેંચાતા ' કલ્પસૂત્ર ' નામના ગ્રંથમાં મહાવીરનું જીવન વિસ્તારથી કહેવામાં આવ્યુ છે. આ ગ્રંથ પર અનેક સંસ્કૃત ટીકાઓ, સારસગ્રહ અને પ્રાચીન ગુજરાતીના બાએ છે પણ આધુનિક ગુજરાતી, હિંદી, અંગ્રેજી, જમન વગેરે ભાષાઓમાં પશુ તેના અનુવાદો અને વિવેચને થયાં છે. મહાવીર વિશે બૌદ્ધ ગ્રંથામાં પણ જ્યાં ત્યાં ઘણા ઉલ્લેખ આવે છે.
ભગવાન મહાવીરને જન્મ ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં થયા હતા. તેમના પિતાનું નામ સિદ્ધાથ' રાજા અને માતાનું નામ ત્રિશલા રાણી હતું. ભગવાન જ્યારે ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ ચૌદ સ્વપ્ના જોયાં હતાં. આ ચૌદ સ્વપ્નાનુ ફળ એ છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com