________________
: ૭૫ :
કાળના ફેરફાર સાથે યુગલ પ્રવૃત્તિમાં પણ ફેર પડવા માંડ્યો, તેના પરિણામે શરૂઆતમાં એક યુગલિકમાંથી પુરુષ-બાળક પર અચાનક તાઠ-- વૃક્ષનું મોટું ડાળખું માથે પડવાથી તેનું મૃત્યુ થયું. પુરુષ-બાળકના મરણ પામવાથી તેની સાથેનું સ્ત્રી-બાળકજેનું નામ સુનંદા હતું તે એકલું પડ્યું. તેને યુગલિયાએ તેમના મુખી નાભિ કુલકર પાસે લઈ આવ્યા અને તેમના કહેવાથી ઋષભદેવે સુનંદા સાથે લગ્ન કર્યા. આમ ઋષભદેવને સુમંગલા અને સુનંદાં નામે બે પત્નીઓ થઈ.
યુગલિક જમાનામાં પ્રજા અત્યંત સરળ હતી. તેમનામાં પહેલાં કદી વિવાદ થતે નહિ, પણ કાળના પ્રભાવથી તેમનામાં અપરાધે થવા લાગ્યા. યુગલિયાઓએ એકઠા થઈ પ્રભુને અધિક જ્ઞાની જાણ પ્રભુની સલાહ લેવા ગયા. પ્રભુએ કહ્યું કે–લેકામાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે અને ગુને કરે તેને શિક્ષા આપવા માટે “રાજા” જોઈએ; માટે તમે નાભિ કુલકર પાસે રાજાની માંગણી કરે.” તેમની માંગણીથી નાભિ કુલકરે ઋષભદેવને રાજા થવા કહ્યું અને તે પ્રમાણે ષભદેવ જગતના આદિ રાજા થયા. તેમણે પ્રજાને બંધબેસતું રાજતંત્ર ગોઠવી દીધું.
વિષમકાળ આવવાથી કલ્પવૃક્ષે ફળ આપતાં બંધ થઈ ગયાં ત્યારે લેકે ચોખા વગેરે કાચું અનાજ ખાતા હતા પણ કાચું અનાજ કાળ જતે ગમે તેમ પચવા માંડ્યું નહિ. આ અરસામાં પહેલવહેલે અગ્નિ ઉત્પન્ન થયા. એટલે પ્રભુએ સૌ પહેલાં કુંભારની કળા પ્રગટ કરી અને વાસણ બનાવરાવી, તેમાં અનાજ રાખી, અગ્નિ ઉપર મૂકી યુગલિયાઓને અનાજ પકવતાં શીખવ્યું.
આ પછી પ્રભુએ લુહારની, ચિતારાની, વણકરની અને હજામની એમ બીજી ચાર કળાઓ પ્રગટ કરી. પાછળથી પ્રભુએ પુરુષ માટે બહોતેર અને સ્ત્રીઓ માટે ચોસઠ કળાઓ પ્રગટ કરી. આ કળાઓના નામે શાસ્ત્રોમાં આવે છે.
પ્રભુને સે પુત્ર થયા, તેમને જુદાં જુદાં રાજે સેંપી જગતના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Surat
www.umaragyanbhandar.com