________________
ભગવાન ગષભદેવ અને ભ. મહાવીર.
(૮) જેને જેને ઈશ્વર માને છે અને જેની મૂર્તિઓ બનાવી પૂજે છે તે વીશ તીર્થકરેનાં જીવન જૈન ગ્રંથમાં બહુ વિસ્તારથી આપવામાં આવ્યાં છે. તેમાંના ઋષભદેવ જે આ વીશીમાં પહેલા તીર્થકર થયા તેમનું જીવન અતિ રસમય અને જાણવા જેવું છે. આ બંનેનાં જીવને અહીં આપવામાં આવે છે. ભ૦ ગષભદેવ:
આ અવસર્પિણ કાળમાં જૈન ધર્મના પ્રથમ પ્રવર્તક ઋષભદેવને જન્મ અયોધ્યામાં અતિ પ્રાચીન કાળમાં થયું. તેમના પિતાનું નામ નાભિ કુલકર અને માતાનું નામ મરુદેવી હતું. દરેક તીર્થકરોના જીવ માતાની કુક્ષિમાં આવે ત્યારે તેમની માતા ચૌદ સ્વપ્ન જુએ છે તેમ મરુદેવી માતાએ પણ ચૌદ સ્વપ્ન જોયાં.
ગષભદેવના જમાના સુધી સ્ત્રી પુરુષનાં યુગલે-જલાં સાથે જ જન્મ લેતાં હતાં અને યોગ્ય વયે પરિણીત બની સંસાર ભોગવતાં તેમજ સાથે જ મૃત્યુ પામતાં. આ જોડલાં “યુગલિઆ' કહેવાતાં. તેઓ કલ્પવૃક્ષના ફળ ખાતા અને આમોદ-પ્રમોદમાં જીવન વ્યતીત કરતા. પ્રભુને જન્મ પણ સુમંગલા નામની કન્યા સાથે જ યુગલરૂપે જ થયે હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com