________________
તુંબડીનાં પાત્રોને ઉપયોગ કરે છે. ટૂંકમાં તેમણે સર્વ પ્રકારના વિકાસને ત્યાગ કરવાને હેય છે.
અહિંસા, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું અને પરિગ્રહ ન રાખઃ આ પાંચ મહાવ્રતને પાળનાર સાધુ થઈ શકે છે.
નિત્યકર્મ તરીકે સાધુઓને સવાર અને સાંજ બે વખત પ્રતિક્રમણ કરવાનાં હોય છે, જેમાં અજાણે થયેલા નું પ્રાયશ્ચિત્ત કરવાનું, ક્ષમા માગવાની તથા ભગવાનની સ્તુતિ કરવાની હોય છે. તેમને સ્નાન કરવાની મનાઈ હોય છે તેથી તેઓ ભગવાનની ભાવપૂજા કરે છે અને તે માટે મંદિરમાં જઈ ભગવાનની મૂર્તિના દર્શન અને ચિત્યવંદન કરે છે.
નિત્યકર્મથી ફાજલ પડતા વખતમાં શાસ્ત્રને અભ્યાસ કરે છે. અને -બીજાને કરાવે છે. વળી તેઓ ગ્રંથ લખે છે. તેનું સંશોધન કરે છે. અને ધાર્મિક ચર્ચા પણ કરે છે. વિદ્વાન સાધુ ઉપાશ્રયમાં એકઠા થયેલા શ્રાવક, શ્રાવિકા, અને સાધુ સાધ્વીને દર સવારે વ્યાખ્યાન દ્વારા ધર્મને ધ આપે છે.
તેમને અચિત પાણી એટલે ખાસ કરીને ગરમ કરેલું પાણી પીવાનું ફરમાન છે, જે તેઓ ગૃહસ્થને ઘેરથી લઈ આવે છે. અગ્નિને સ્પર્શ કરવાને કે અગ્નિથી રસોઈ કરવાને અધિકાર નથી. ભિક્ષાવૃત્તિએ જીવન ચલાવવાનું તેમને ફરમાવવામાં આવ્યું છે એક ઘેરથી પૂરેપૂરી ભિક્ષા–આહાર નહિ લેતા, ભિક્ષા આપનાર શ્રાવકેને સકાચ ન થાય તે પ્રમાણે જુદા જુદા ઘરોથી તેઓ લે છે. સાધુઓને નિમિત્તે કરાયેલી રસોઈ લેવાની સાધુઓને આજ્ઞા નથી.
કોઈપણ જાતનું વાહન વાપરવાની સાધુઓને છૂટ નથી. તેમણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા જ જવાનું હોય છે. પગે જડ વગેરે પહેરવાની પણ મનાઈ છે. . ચોમાસાના ચાર માસ સિવાય એક જગ્યાએ નહિ રહેતાં જુદે જુદે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com