________________
વિદ્યાના અન્ય રાકાણાને લીધે અથવા તેા મારા ઉપર જણાવેલા આદર્શ પ્રમાણે સરળ ભાષામાં લખી આપનાર મળ્યા નહિ.
આ વિષે ચર્ચા કરતાં પંડિત સુખલાલજીએ મને જ આ પ્રયત્ન કરવા સૂચના કરી. આપણા સામાજિક રીતરિવાજો વિષે ચર્ચા થતાં ભાઈશ્રી પરમાણુદ કુંવરજી કાપડિયાએ સામાજિક વિષયાને લગતું એક પુસ્તક લખવા મને સૂચના કરી હતી અને મે તેવુ પુસ્તક · રશિયુ ગાડું’ સને ૧૯૩૫ માં છપાવી બહાર પાડયું હતું. એ જ રીતે આ પુસ્તક લખવાનું પડિતજીની સૂચનાને આભારી છે.
<
.
હું કાંઇ સાક્ષર નથી એટલે રગશિયુ' ગાડું.' પુસ્તકની માફક આ પુસ્તકમાં પણ મારી ભાષા એક વેપારીની ભાષા કરતાં વધુ સારી હું આપી શકતે નથી. મારા ઉદ્દેશ સરળ ભાષામાં અને બને તેટલું ટુંકાણમાં કાઇને વાંચતા કંટાળા ન આવે તે રીતે આ પુસ્તક લખવાને છે અને તે આદર્શને ધ્યાનમાં રાખી આ પુસ્તક લખેલ છે.
આ પુસ્તક જૈન તેમજ જૈનેતર બધાને ઉપયેાગી થઇ પડશે એમ હું માનું છું. ખાસ કરી જૈન વિદ્યાર્થીઓને આ પુસ્તક માર્ગદર્શક થઈ પડશે.જૈન સ્કુલ સિવાયની કુલા કે લેજોમાં ભણતા ઘણા વિદ્યાર્થીઆને ધતુ બહુ જ ઓછુ જ્ઞાન હોય છે. તેમને આ નાનકડા પુસ્તકમાંથી સહેલાથી જૈનધમ વિષે લગભગ બધું જ જાણવાનું મળશે.
વળી જૈનધમ ને લગતી લગભગ બધી જ બાબત ઉપર લખાયેલુ હાવાથી રેફરન્સ માટે પણ કામ લાગશે તેમ હું માનું છુ
આ પુસ્તકના પહેલા ભાગમાં જૈનધમ વિષે સામાન્ય બધી હકીકતા આપવામાં આવી છે. આ વિષયે જૈન પુસ્તકામાંથી લેવામાં આવ્યા છે. જૈનધર્મની સામાન્ય હકીકતા આપવા મેં આ પુસ્તકમાં પ્રયત્ન કર્યાં છે પણ જૈનધમના સિદ્ધાંતા વિષે લખવુ મારા માટે અશકય હતું. સદ્ભાગ્યે જૈનધમના સિદ્ધાંતા દર્શાવતું સરળ ભાષામાં મારા આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com