________________
૫૦ :
વખતે ખેલાતી ભાષા અપભ્રંશ, જેમાંથી આજસુધીની ગૂજરાતી ભાષાના ક્રમશઃ વિકાસ થયા; તેનું સર્વ પ્રથમ વ્યાકરણુ બનાવનાર તે જ છે.
ગુજરાતની રાજધાની પાટણ હાવાથી ત્યાં અનેક પડિતા થઇ ગયા છે, પણ હેમચ ંદ્રાચાર્યનુ સ્થાન અનેાખુ છે. તેમના વખતમાં પાટણમાં ૨૧ જ્ઞાનભંડારી હતા, વસ્તુપાલે પણ ત્રણ મેાટા ભંડારી ત્યાં જ સ્થાપ્યા હતા. કુમારપાલ પછીના રાજા અજયપાળ અને પાછળથી આવેલા મુસલમાનાએ ધણા ભંડારાના અમૂલ્ય ગ્રંથાને નાશ કર્યાં હતા, પશુ આવે નાશ થતે જોઈ જેનાએ અગમચેતી વાપરી એ ભંડારાના મુખ્ય મુખ્ય કેટલાક સારા ગ્રંથા જેસલમેર, અમદાવાદ કે ખંભાત એલી દીધા; જે અત્યારે પણ ત્યાં મેાજીદ છે. તેમાં તેા કેટલાક સમથ આચાર્યોંએ જાતે લખેલી પ્રતિની નકલો છે. આ રીતે ધણા ગ્રંથા છૂપાવી દેવામાં આવ્યા. તાડપત્રો ઉપર ધણા ગ્રંથાના ભૂકા થઈ જવાથી કાથળા ભરી સરસ્વતી નદીમાં પધરાવી દેવામાં આવ્યા. અને કેટલાયે તાડપત્રના તેમજ કાગળ ઉપરના હસ્તલિખિત ગ્રંથ ચારાને તેમજ વેચાઈને યુરોપ, અમેરિકા તથા હિંદુસ્તાનના અન્ય પુસ્તકાલયેામાં તથા મ્યુઝીયમામાં પહેાંચી ગયાં છે. તે આપણા કરતાં આ ગ્રંથૈને સારી ઉપયાગ કરી રહ્યા છે.
અમૂલ્ય ગ્રંથાને આવી રીતે નાશ થવા છતાં પાટણુના જુદા જુદા ભંડારાના તાડપત્ર ઉપર તેમજ કાગળ ઉપર હાથે લખાયેલા ૨૫૦૦૦ ગ્રંથા છે. જેમાં તાડપત્ર ઉપર લખેલા ગ્રંથાની સંખ્યા આશરે ૭૫૦ ની છે. આ ભંડારામાંની જજૂનામાં જૂની પ્રતિ વિ. સં. ૧૧૫૭ ની સાલની - છે. આ ગ્રંથામાં ધણી જાની ચિત્રકળાના પણ સંગ્રહ છે.
આ ગ્રંથા અનેક વિષયના અને જુદી જુદી ભાષામાં લખેલા છે. આ અમૂલ્ય શાસ્ત્રને સુવ્યવસ્થિત રીતે સાચવવા માટે ‘હેમચંદ્રાચા જ્ઞાનમંદિર નામનું નવું મકાન આ પુસ્તકના લેખકના પિતાશ્રીના સ્મરણાર્થે બંધાવવામાં આવ્યુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com