________________
: ૧૧ : પાટણના આ ગ્રંથસંગ્રહને પ્રવર્તકશ્રી કાંતિવિજયજી અને તેમના શિષ્ય મુનિશ્રી ચતુરવિજયજી તેમજ તેમના શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીએ પચીસ વર્ષ સુધી સતત મહેનત લઈને નાશ પામતા બચાવ્યા છે અને વ્યવસ્થિત કર્યા છે. ,
પાટણના આ જૈન જ્ઞાનભંડારે હેમચંદ્રાચાર્યના સમયથી તે અત્યાર સુધી જગવિખ્યાત રહ્યા છે. અનેક પાશ્ચાત્ય તેમજ હિંદી વિદ્વાનો આ ગ્રંથસંગ્રહને જોવા માટે આવે છે. કેટલાક વિદ્વાનોએ મહત્વના ગ્રંથેના ફોટા લઈને સંપાદિત પણ કર્યા છે.
પાટણને, અરે ! સમગ્ર ગુજરાતને જગતમાં આવી પ્રસિદ્ધિ અપાવનાર શ્રી હેમચંદ્રાચાર્યનું જીવન જાણવાની ઈચ્છા પ્રગટે જ, આમાં નવાઈ જેવું નથી જ; તેથી અહીં તેમનું ટૂંકમાં ચરિત્ર અપાય છે. હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્યને જન્મ વિ. સં. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે મોઢ વણિક ચાચિગને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ પાહિણી હતું અને તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. તેમના પિતા વૈષ્ણવ હતાં જ્યારે માતા જૈનધર્મ પાળતી હતી. જેમના ગુરુશ્રી દેવચંદ્રસુરિ હતા. ચંગદેવ જ્યારે પાંચ વર્ષને થયું ત્યારે તે તેમના ગુરુના ઉપાશ્રયે તેમને વાંદવા ગયા અને ગુસ્ના આસન ઉપર બેસી ગયો. ચંગદેવના શુભ લક્ષણો જોઈ શ્રીસંધના મુખ્ય આગેવાને સાથે ગુરુ ચંગદેવના ઘેર ગયા અને “ચંગદેવ જૈન શાસનને ઉદ્ધાર કરશે” એમ સમજાવી ચંગદેવની માતા પાસે ચંગદેવની માગણી કરી. ચંગદેવના પિતા બહારગામ ગયેલા હોવાથી માતાએ ચંગદેવનું તેમજ સંધનું કલ્યાણ થશે એમ સમજી ચંગદેવને ગુરુને અર્પણ કર્યો. ગુરુએ વિ. સં. ૧૧૫૪ માં નવ વર્ષની ઉંમરે તેમને દીક્ષા આપી સાધુ બનાવ્યા અને તેમનું નામ સેમચંદ્ર રાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com