________________
હરિભદ્રસૂરિ
નવમી શતાબ્દિમાં હરિભદ્રસૂરિ નામના એક નામાંકિત પ્રખર વિદ્વાન થઈ ગયા. તેઓ ચિત્રકૂટના રહેવાસી સમર્થ બ્રાહ્મણ પંડિત હતા, પણ પાછળથી જેન થયા. તેમને માટે એવી કથા છે કે પિતાની વિદત્તાનો ગર્વથી તેમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે “જેનું કહેલું ન સમજું તેને શિષ્ય થાઉં.” એક વખત જૈન સાધ્વી યાકિની મહત્તરાના મુખેથી નીકળેલી ગાથા પિતે ન સમજી શક્યા. તેથી તેઓ તે આર્યા-સાધ્વીના શિષ્ય થવા ગયા. તેણે આચાર્ય જિનભટ પાસે દીક્ષા લેવા સૂચવ્યું, તેથી તેમણે તેમની પાસે દીક્ષા લીધી. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં અનેક ગ્રંથ રચ્યા છે. કહેવાય છે કે આ ગ્રંથની સંખ્યા ૧૪૪૪ જેટલી થાય છે. આ ગ્રંથમાં સાંખ્ય, ગ, ન્યાય, વૈશેષિક, અદ્વૈત, ચાર્વાક, બૌદ્ધ અને જૈન આદિ સર્વ દર્શને અને તેની ચર્ચા કરી છે. તેમણે આગમ ગ્રંથો ઉપર ટીકાઓ લખી છે. તેમણે તેમના લખેલા દરેક ગ્રંથમાં “યાકિનીસૂનુ-ધર્મપુત્ર” એવું વિશેષણ વાપર્યું છે, આ સમયે ચૈત્યવાસી સાધુઓએ જેન શુદ્ધ આચારને શિથિલ કરી નાંખ્યો હતો. તેમની વિરુદ્ધ તેમણે પ્રચાર કર્યો અને પોતે શુદ્ધ આચાર પામીને એક મહાન પ્રતિષ્ઠિત વિદ્વાન તરીકે પણ ખ્યાતિ મેળવી, તેથી તેમનું સ્થાન જૈન ઇતિહાસમાં મહત્વનું છે. '
આ પછી ગૂજરાતમાં ઈ. સ. ૧૦૦૦ થી જેને માટે સુવર્ણયુગ શરૂ થયે એમ કહી શકાય. તે અરસામાં ઘણું આચાર્યો અને પંડિત થઈ ગયા. તેમજ ગૂજરાતના ચાવડા, સોલંકી, વાઘેલા રાજાઓના અને તે પછી આવેલા મુસલમાન સૂબાઓના મંત્રીઓ તેમજ અધિકારીએ મોટા ભાગે જૈન હતા. ગૂજરાતનું સાહિત્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના લીધે જ ઉજજવળ થયેલું છે. તેઓ જૈનાચાર્યોમાં મહાન જ્યોતિધર થયા છે. તેમણે સંસ્કૃતમાં પ્રત્યેક વિષય ઉપર લખ્યું તેમ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com