________________
: ૪૮ :
સાધુઓની સ્મૃતિમાંથી નષ્ટ થતા જ્ઞાનથી ચેતી જઈ ભાવી પ્રજાના ઉપકાર માટે વીર નિ. સં૦ ૯૮૦ (વિ. સ. ૫૧૦ ) માં શ્રી સંધના આગ્રહથી તે કાળે રહેલા સાધુઓને વલ્લભીપુર–વળામાં એકઠા કરી, તેમને કંઠસ્થ રહેલું બધું સાહિત્ય એકઠું કરવા માંડયું. આમ ભિન્ન ભિન્ન સાધુ પાસેથી એક સરખા અનુસધાનરૂપે મળી આવતા બધા પાર્ટીને પાડેભેદ સાથે પુસ્તકારૂઢ કરવામાં આવ્યા, અને તે ગ્રંથ આજે આપણને પેઢી દર પેઢી વારસામાં મળતા રહ્યા છે.
અહીં એ પણ જાણવા જેવું છે કે બૌદ્ધોએ પણ ઈ. સ. ૪૧૦ થી ૪૩૨ વચ્ચે એટલે કે જૈનાથી કઇક પહેલાં સિલેાનમાં બૌદ્ધ ગ્રંથા પુસ્તકારૂઢ કર્યાં હતા.
કુંદકુંદાચાય :
જૈનના દિગંબર પંથના સાધુઓએ ધૃણા ગ્રંથા લખ્યા છે; તેમાં કુંદકુંદાચાર્યનું નામ ઘણું જાણીતુ છે. તેઓ ક્યારે થયા એને નિય થઈ શકયે નથી પરંતુ તેમના ગ્રંથામાં આવતી કેટલીક તત્કાલીન ઘટનાએ ઉપરથી તેઓ પાંચમી-છઠ્ઠી શતાબ્દિમાં થયા હોય એવા પ્રામાણિક વિદ્યાનાના મત છે.
ગુજરાતમાં આવેલા વડનગરમાં ધ્રુવસેન રાજાના પુત્ર એકાએક મૃત્યુ પામ્યા, તેથી રાજાને થયેલા શાક શમાવવા માટે શ્રી ધનેશ્વરસૂરિએ ભદ્રબાહુસ્વામીએ રચેલું ‘ કલ્પસૂત્ર ' સંધ સમક્ષ વી. નિ. સ. ૯૮૦ કે ૯૯૩ ના પર્યુષણાપ'માં વાંચ્યું. અને તેજ પ્રમાણે અત્યારે પણ એ ‘ કલ્પસૂત્ર ' સંધ સમક્ષ દર વર્ષે સાધુએ વાંચે છે.
આ પર્યુષણુપર્વ પહેલાં ભાદરવા સુદિ પાંચમે થતું હતુ પણુ કાલિકાચા નામના જબરજસ્ત યુગપ્રવર્ત્તક પુરુષ થયા, તેમણે જૈન ધર્મની પ્રભાવના ખાતર ભાદરવા સુદિ ૪ ના દિવસે પર્યુષણાપ ( સંવત્સરી ) કર્યું. અને આજે પણ એ જ પ્રણાલિકા સત્ર ચાલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com