________________
: ૪૭ :
તાર્કિક હેવાથી વાદી તરીકે તેમની ગણના હતી. તેમની એવી પ્રતિજ્ઞા હતી કે “મને હરાવે તેને શિષ્ય થાઉં.” આ પ્રતિજ્ઞાની વૃદ્ધવાદી નામના આચાર્યને જાણ થઈ તેથી તેમણે વાદમાં તેમને હરાવ્યા. વાત એવી બની કે ભરૂચ પાસે રસ્તામાં સિદ્ધસેન વૃદ્ધવાદીને મળ્યા, અને વાછું આવાહન આપ્યું. અને જંગલમાં જ એ વાદ ગોઠવાયે. અને હાર-જીતને નિર્ણયને આધાર ત્યાં આસપાસ ફરતા ગોવાળિયાઓ ઉપર રાખવામાં આવે. સિદ્ધસેન તે સંસ્કૃતમાં ધારાવાહી બલ્ય જ ગયા પણ પિલા ગોવાળીયાઓ કંઈ જ સમજ્યા નહિ. અને વૃદ્ધવાદીએ પ્રાકૃત ભાષામાં તાલબદ્ધ રાગમાં એક ગાથા કહી સંભળાવી. ગોવાળિયાઓ સમજ્યા અને આનંદમાં આવી ગયા. તેમણે છતને નિર્ણય વૃદ્ધવાદીના પક્ષમાં આપે, તેથી સિદ્ધસેન તેમના શિષ્ય થયા.
તેઓ સંસ્કૃત ભાષાના ખાસ હિમાયતી હતા. તેમણે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃતમાં કેટલાક દાર્શનિક ગ્રંથ રચ્યાં છે તેમાં “બત્રીશ બત્રીશીઓ” મહત્વનો ગ્રંથ છે. “સન્મતિતિક ” મૂળ પ્રાકૃતમાં છે પણ આ ગ્રંથ જેના દર્શન પ્રથામાં મુખ્ય છે. તેમણે આગમોની પ્રાકૃત ભાષાને સંરકૃતમાં કરી નાખવાનો વિચાર સંધ આગળ દર્શાવ્યા. આ વિચાર સાથે તેમના ગુરુ અને સંઘ સંમત ન થયા, અને આવો વિચાર કરવાના ગુન્હા બદલ તેમને સંધ બહાર થવાની શિક્ષા થઈ. તેમણે સંધની માફી માંગી અને સંધની આજ્ઞા અનુસાર બાર વર્ષ સુધી સંઘ બહાર રહ્યા. તે દરમ્યાન તેમણે બધા તીર્થોની યાત્રા કરી. તેમની વિદત્તાના પ્રભાવે તેમણે તેમના સમયના વિક્રમ રાજને પ્રતિબધી જૈન બનાવ્યા હતા.
તેણે ઉજ્જૈનના મહાકાળી મંદિરમાં “ કલ્યાણમંદિર ” નામનું તેંત્ર રચ્યું હતું, જેના પ્રભાવથી ત્યાં આગળ પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાંથી જ આપોઆપ નીકળી આવી હતી. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણઃ
શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વર્ષો વર્ષ પડતા લાંબા દુકાળોના કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com