________________
ઉપર નિયુકિતઓ એટલે કે ટીકાઓ લખી છે; તેમણે “પ્રત્યાખ્યાન પ્રવાદ” નામના નવમા પૂર્વમાંથી “કલ્પસૂત્ર' નામને પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો. જેનમાં એ ખૂબ વંચાતા હોવાથી તેનાં ગૂજરાતી, હિંદી, અંગ્રેજી વગેરે ભાષાંતરે અને મૂળના ઉપર અનેક પ્રાચીન આચાર્યોની ટીકાઓ રચાઈ છે. ઉમાસ્વાતિ:
એ પછી વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી, સવને માન્ય વિખ્યાત આચાર્ય ઉમાસ્વાતિ થઈ ગયા. તેમના સમયને નિર્ણય હજી સુધી કરી શકાયો નથી. તેમણે “તાવાર્થસૂત્ર” નામને પ્રખ્યાત ગ્રંથ તેના ઉપરના “ભાષ્ય” સાથે સંસ્કૃતમાં રચ્યો છે, જેમાં આગમ ગ્રંથને સાર સંગ્રહી જૈન સિદ્ધાંતની ટૂંકમાં ચર્ચા કરી છે. તેની લોકપ્રિયતાથી અનેક જૈન આચાર્યોએ તેના ઉપર વિવિધ શૈલીએ અનેક ટીકાઓ રચેલી છે. આ અપૂર્વ ગ્રંથ ઉપર કેટલાયે ગ્રંથનાં દોહનરૂપે ” પં. સુખલાલજીએ વિવેચન કર્યું છે. અને તેમના કર્તા તથા વિષયની તુલના કરતે એક વિસ્તૃત ઉપધાત પણ લખ્યો છે. એ સિવાય એનાં અંગ્રેજી ગૂજરાતી, હિંદી વગેરે અનેક ભાષાંતરે પ્રગટ થયેલાં છે, પાદલિપ્તસૂરિ : - પાદલિપ્તસૂરિ જૈન સમાજમાં અદ્ભુત વિદ્યાના જાણકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમણે “તરંગવતી કથા” નામની સુંદર પ્રાકૃત કથા રચી હતી પણ તે અત્યારે મળી શકતી નથી, પણ તેના સારરૂપે એક જેનાચાર્યો એ કથાને સંગ્રહ સારરૂપે કરેલ તે અત્યારે જાણીતું છે, અને પ્રકાશિત થયો છે. પ્ર. અનેંટ લેયમેને તેનું જર્મન ભાષાંતર કર્યું હતું અને તે ઉપરથી ગૂજરાતીમાં નરસીભાઇ પટેલે અનુવાદ કરીને પ્રગટ કર્યો હતે. પાદલિપ્તસૂરિના નામ ઉપરથી પાલીતાણું નગર વસ્યું હતું. તેઓ સંભવતઃ ચોથી સદીમાં થયા લાગે છે. સિદ્ધસેન દિવાકર : - સિદ્ધસેન દિવાકર નામના પ્રસિદ્ધ આચાર્ય સંભવતઃ વિક્રમાદિત્ય ચંદ્રગુપ્તના સમકાલીન હતા. તેઓ મૂળે બ્રાહ્મણ પંડિત હતા અને પ્રખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com