________________
: ૪૫ : (૮) કર્મપ્રવાદ–આમાં જ્ઞાનાવરણદિ કર્મોની ચર્ચા છે. (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ–આમાં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ ભેદ
સહિત બતાવેલું છે. (૧૦) વિદ્યાપ્રવાદ–આમાં અતિશયવાળી વિદ્યાઓની સાધનાની
વિગત છે. (૧૧) કલ્યાણવાદ–આમાં જ્ઞાન તપ આદિ શુભ ફળે અને
પ્રમાદાદિ અશુભ ફળનું વર્ણન છે. (૧૨) પ્રાણાયુ–આમાં દશ પ્રાણે અને આયુનો વિચાર કરાયેલ છે. (૧) ક્રિયાવિશાલ–આમાં કાયિકી આદિ અને સંયમાદિ ક્રિયા
વિશાલ એટલે ભેદ વડે વિસ્તૃતપણે દર્શાવી છે. (૧) બિંદુસાર–આમાં લેક વિશે, અમુક ધર્મક્રિયાઓ વિશે
ચર્ચા છે. આ ચૌદ પૂર્વના પદ પરિમાણને વિષય સમવાયાંગસૂત્રમાં આપેલ છે.
આગમ ગ્રંથોના સંગ્રહ ઉપરાંત જેન આચાર્યોએ અને સાહિત્યકારોએ રચેલા બીજા વિષયના અનેક ગ્રંથ અત્યારે જૈન જ્ઞાનભંડારેમાંથી મળી આવે છે. આ ગ્રંથમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેશ, અલંકાર, છંદ, નાટક, શિલ્પ, તિષ, વૈદક, મંત્ર-તંત્ર વગેરે જુદી જુદી ભાષામાં રચાયેલા અનેક ગ્રંથને સમાવેશ થાય છે.
સાહિત્યકાર ભદ્રબાહુ –
આ વિપુલ સાહિત્ય સામગ્રીને વારસ આપી જનાર પરમ ઉપકારી મહાન વ્યક્તિઓમાં સૌથી પ્રાચીન ભદ્રબાહુ છે, ભદ્રબાહુ જેઓ સર્વ શાસ્ત્રના પારગામી, ચતુર્દશ પૂર્વના વેત્તા હતા તેમણે અનેક શાસ્ત્રગ્રંથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com