________________
: ૩૯ : ૨. સૂયગડાંગસૂત્ર—આ સત્રમાં સાંખ્ય, વૈશેષિક, મીમાંસક આદિ જેનેતર
ધર્મનાં વર્ણને અને બીજા કેટલાયે દર્શનેની ચર્ચા અને
ઉપદેશ છે. ૩. ઠાણાંગસૂત્ર–આમાં જૈનધર્મના મુખ્ય તવેની ગણના અને તેની
વ્યાખ્યા આપેલી છે. ૪. સમવાયાંગસુત્ર–ઠાણાંગસૂત્રમાંથી અધૂરી રહેલી હકીકતેનું વર્ણન છે. ૫. ભગવતીસૂત્ર (વિવાહ પત્તી)–ગૌતમસ્વામીએ ભિન્ન ભિન્ન વિષ
યોમાં ૩૬૦૦૦ પ્રશ્નો ભ. મહાવીરને પૂછથા અને ભગવાને તેના
જે ઉત્તર આપ્યા તેનું વર્ણન છે. ૬. જ્ઞાતાધર્મસ્થાસૂત્રપ્રભુ મહાવીરના જીવનકાળ સુધીમાં થયેલી જેને
મહાવિભૂતિઓ, આદર્શ સતીઓ તેમજ પ્રાભાવિક વીર પુરુષોનું
વર્ણન છે. ૭. ઉપાસકદશાંગસુત્ર–આનંદ, કામદેવ આદિ દશ શ્રાવકોનાં ચરિત્ર
આલેખેલાં છે. ૮. અંતગડદશાંગસૂત્ર—આમાં ભ. મહાવીરના ખાસ દીક્ષિત મુનિઓ
મેક્ષે ગયા તેનું વર્ણન છે. હ. આણુત્તવવાઇસન્ન–જે મુનિઓ અનુત્તર વિમાનમાં ગયા તેનું
વર્ણન છે. - ૧૦. પ્રશ્નવ્યાકરણ સવ–આમાં આશ્રવ અને સંવરનું વર્ણન છે. ૧૧. વિપાકસૂત્ર–કર્મ ફળ એટલે સુખ-દુ:ખ ભેગવવાના સંબંધમાં
અધિકાર છે.
આ અગિયાર સૂત્રોમાંથી આચારાંગ અને સૂયગડાંગ સૂત્રની ટીકા શીલાંકાચાર્યે બનાવેલી છે. અને બાકીના સત્રની અભયદેવસૂરિ તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com