________________
: ૩૮ : થાને અંતે લખનાર તેમજ લખાવનારની પ્રશસ્તિથી જાણી શકાય છે. આ સંબંધી વધુ વિગતવાર ધ વિન્માન્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ લખેલા “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા નામના વિશિષ્ટ નિબંધરૂપ ગ્રંથમાં કરેલી છે.
પિસ્તાલીશ આગમમાં મૂળ શ્લોકે ૮૧૮૩૧ છે. અને તે ઉપર ટીકાઓ અને ચૂર્ણિઓ મળીને કુલ લેકે સંખ્યા ૭૦૨૫૮૨ આશરે છે. આગમ ગ્રંથની પ્રતિઓ તે હજારોની સંખ્યામાં ઉપરોક્ત જ્ઞાનભંડારમાં આજે પણ વિદ્યમાન છે.
ભગવાન મહાવીરે પિતાની ઉપદેશવાણુ દ્વારા જે જ્ઞાન લેકને આપ્યું, તે ગણધરોએ અવધારણ કર્યું. અને પાછળની પ્રજા માટે શ્રી સુધર્માસ્વામીએ એને આગામાં વ્યવસ્થિત કર્યું. ભદ્રબાહુસ્વામી છેલ્લા ચૌદ પૂર્વધર હતા તેમણે આગમ સૂત્રે ઉપર નિયુક્તિઓ બનાવી મૂળના અર્થને વિશદ કર્યો. તે પછી ચૂર્ણિ, ભાષ્ય અને સંધયણુઓ મેટી સંખ્યામાં રચવામાં આવેલી, પણ તેમાંથી આપણને બહુ ઓછી મળે છે. પણ લગભગ ૮-૯ મી સદીમાં ટીકાકારે જે થયા તેમાં હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, મલયગિરિ વગેરે મુખ્ય છે. આ સિવાય કેટલાક આચાર્યો જેવા કે શીલાંકાચાર્ય, દ્રોણાચાર્ય, ચંદ્રસૂરિ, ક્ષેમકીર્તિ, ધર્મઘોષસૂરિ, તિલકાચાર્ય, માલધારી હેમચંદ્રાચાર્ય, શાંતિસરિ, નેમિચંદ્રસરિ, કમલસંયમ વગેરેની પણ જુદા જુદા આગ પર ટીકાઓ રચેલી મળી આવે છે.
આગામે પ્રાકૃત ભાષામાં રચાયેલાં છે, તેના પર આ ટીકાઓ સંસ્કૃતમાં લખાઈ છે. પિસ્તાલીશ આગમ ગ્રંથની વિગત:૧ અગિયાર અંગ સૂત્રે
૧. આચારાંગસૂત્ર–જેમાં સાધુઓના આચારોનું વર્ણન છે.
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com