________________
: ૩૭ :
સમજાવવા તેના ઉપર ટીકા-ટીપ્પણરૂપે ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચન નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, સંગ્રહણું અને ટીકાઃ એમ પંચાંગી પ્રકારેથી ઓળખાય છે.
પુસ્તકારૂઢ થયેલ સાહિત્ય શરૂઆતમાં તાડપત્ર ઉપર લખવામાં આવ્યું હતું. વિ. સં. ૧૧૦૯ નું જૂનામાં જૂનું તાડપત્રીય પુસ્તક “નાણુપંચમીકહા ” નામનું જેસલમેરના ભંડારમાં છે. અને લગભગ ૧૬ મી શતાબ્દિ સુધીનાં તાડપત્રીય ગ્રંથે મળી આવે છે. પાછળથી ચૌદમી–પંદરમી સદીમાં જ્યારે કાગળને વપરાશ શરૂ થયું ત્યારે તે કાગળ ઉપર પુષ્કળ લખાણું હતું. આ ગ્રંથ લખવામાં અનેક પ્રકારની શાહીનો ઉપયોગ કરવામાં આવેલું જોવાય છે. તેમજ ગ્રંથમાં આવતા વિષયને લગતાં ભિન્નભિન્ન પ્રકારનાં રંગીન, સોનેરી, રૂપેરી ચિત્રો પણ દેરવામાં આવેલાં હોય છે. તેમાં ખાસ કરીને “કલ્પસૂત્ર' જેમાં ભ. મહાવીર ચરિત વર્ણવાયેલું છે તેની સચિત્ર પોથીઓ તે સેંકડે નહિ બલકે હજારેની સંખ્યામાં વિવિધ ચિત્રામણોથી આલેખાયેલી મળી આવે છે. આમાંની કેટલીએ પ્રતિઓ વિદેશના મ્યુઝિયમેને શોભાવી રહી છે.
તાડપત્ર ઉપર લખાયેલા સેંકડે ગ્રંથ અને કાગળ ઉપર લખાયેલા હજારે પુસ્તકે અત્યારે પણ ગૂજરાતમાં મુખ્યતઃ પાટણ, અમદાવાદ, ખંભાત, છાણ, વડોદરા, સુરત, મુંબઈ વગેરે સ્થળે, કાઠિયાવાડમાં ભાવનગર, પાલીતાણું, લીંબડી તેમજ કચ્છમાં કોડાય ગામમાં, મારવાડમાં બિકાનેર, જેસલમેર, પાલી, જાલેર, આહેર તેમજ માળવાના રતલામમાં અને મેવાડના ઉદેપુરમાં, પંજાબના ગુજરાનવાલા, હોશિયારપુર વગેરેમાં, યુક્તપ્રાંતના આગરા, કાશી તેમજ બંગાળના કલકત્તા તેમજ બાલુચરમાં અને દિગંબરીય ભંડારે ઉત્તરમાં આરા વગેરે અને દક્ષિણમાં મુડબિદ્રી વગેરેમાં મેટા મેટા જ્ઞાનભંડારે છે. અને નષ્ટ થતું ઘણું પુસ્તક આમ બચાવી લેવામાં આવ્યું છે. આ જ્ઞાનભંડારો જૈનાચાર્યોના ઉપદેશથી મોટા જેન મંત્રીઓ અને ધનાઢ્ય શ્રાવકેએ કરાવ્યા હતા; એમ તે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com