________________
: ૩૯ :
પણ પ્રાકૃત એટલે પાલી ભાષાધારા પિતાના વિચારો રજૂ કર્યા. મહાવીરને બધે ઉપદેશ આચાર્યો અને સાધુઓ કંઠસ્થ રાખતા, અને શિષ્ય પરંપરાથી શીખી લઈ યાદ રાખતા. ધીમે ધીમે કાળના પ્રવાહ યાદશક્તિ ઘસાવા લાગી અને તેથી કેટલું જ્ઞાન ભૂલાવા લાગ્યું.
મહાવીરે પ્રગટ કરેલું જ્ઞાન એટલું બધું હતું કે તેની ગણના થઈ શકે તેમ નથી. આ જ્ઞાન ચૌદ પૂર્વને નામે ઓળખાય છે. અને એ ચૌદ પૂર્વના છેલ્લા જાણકાર ભદ્રબાહુસ્વામી ઈ. સ. પૂર્વે ૩૦૦ ની આસપાસ થયા. આ સમયમાં એટલે મહાવીર નિર્વાણ ૧૦૦ વર્ષમાં હિંદમાં પ્રથમ મહાભયંકર બારવર્ષે દુષ્કાળ પડ્યો અને સાધુઓનું કંઠસ્થ સાહિત્ય વિસરાવા લાગ્યું તેથી તે વખતે સમગ્ર આગમ શા એકઠાં કરવા પાટલીપુત્રને સંધ એકઠા થયે. સાધે શાસ્ત્રના અગિયાર અંગે એકઠા કર્યા અને બારમું અંગ ભણવા માટે ૫૦૦ સાધુઓ સાથે સ્થૂલભદ્રને ભદ્રબાહુ, જેઓ તે વખતે નેપાળમાં બારવર્ષ તપ કરવા ગયા હતા, તેમની પાસે મેકલ્યા. આ રીતે એ સમયે લગભગ બધું સાહિત્ય
એકઠું કરાયું. ભદ્રબાહુએ નિયુક્તિઓ અને “ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરી છે. ભદ્રબાહુ વી. ની. ૧૭૦ વર્ષ પછી ગમે ત્યારે સ્વર્ગસ્થ થયા.
ઉત્તર હિંદ મહાવીર નિર્વાણ પછી ૩૦૦ વષે બીજે દુકાળ મહારાજા સંપ્રતિના સમયમાં પડ્યો. અને ત્રીજે દુકાળ વી. નિ. ના છઠ્ઠા સૈકામાં પડ્યો હતો. ત્રીજા દુકાળ વખતે સ્કેલિાચાર્યો મથુરામાં સંધ એકઠો કર્યો અને તે સમયે જેટલું યાદ હોય તે બધું શાસ્ત્ર વ્યવસ્થિત કર્યું. વળી પાછો એક મહાદુકાળ વી. નિ. સં. ૯૮૦ ની આસપાસ પડ્યો. આ સમયે દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદે વલ્લભીપુરમાં સંધ એકઠા મળે અને તે સમયે જે બચ્યું હતું તે નવેસરથી શાસ્ત્રમાં વ્યવસ્થિત કરી તે બધું સાહિત્ય પુસ્તકારૂઢ કર્યું. આ પુસ્તકારૂઢ કરાયેલું સિદ્ધાંત સાહિત્ય અત્યારે પીસ્તાલીશ આગમને નામે ઓળખાય છે. આગમના મૂળ શ્લેક ભગવાનની વાણીના છે એમ કહેવાય છે. મૂળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com