________________
: ૧૨૬ : આત્માને અગિક વિકાસ સમજ જોઈએ. એ ગુણસ્થાનને વિષય હોઈ હવે તે તરફ જવા દૃષ્ટિ કરીએ.
ગુણશ્રેણું અથવા ગુણસ્થાન. જેનશાસ્ત્રમાં ચૌદ શ્રેણીઓ બતાવી છે. આ શ્રેણીઓ ગુણસ્થાનની છે. ગુણસ્થાન એટલે ગુણની અવસ્થા, ગુણને વિકાસ. આત્માના ગુણોને વિકાસ યથાયોગ ક્રમશઃ ચૌદ શ્રેણિઓમાં થાય છે.
પહેલી શ્રેણી(પંકિત)ના જીવો કરતાં બીજ–ત્રોજી શ્રેણીના છો આત્મગુણના સંપાદનમાં આગળ વધેલા હોય છે અને તે કરતાં જેથી શ્રેણીના છે વધુ ઉન્નતિ પર હોય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર શ્રેણીના છ–યથાસંભવ–પૂર્વ પૂર્વ શ્રેણીના જીવોથી અધિક ઉન્નતિ પર પહેચેલા હોય છે. યાવત ચૌદમી શ્રેણીમાં આવેલા પરમ નિર્મલ-પરમ કૃતાર્થ હોય છે અને તત્કાલ મુક્તિમાં આરૂઢ થઈ જાય છે. બધા પ્રાણિયે પહેલાં તે પ્રથમ શ્રેણીમાં વર્તનારા હોય છે, પણ એમાંથી જેઓ, આત્મબલ ફેરવી આગળ વધવાનો પ્રયાસ કરે છે, તેઓ ઉત્તરોત્તર શ્રેણીઓમાં ગ્ય ક્રમથી પસાર થતા અન્તતઃ ચૌદમી શ્રેણીમાં આવી પહોંચે છે. મન્દ પ્રયત્નવાળાઓને વચલી કેટલીક શ્રેણિઓમાં વધારે રોકાવું પડે છે, જેથી તેરમી ચૌદમી શ્રેણીએ પહોંચતાં તેઓને ઘણે વિલંબ લાગે છે. કેટલાક પ્રબલ પુરુષાર્થ ફેરવનારા તીવ્ર વેગથી કામ લેતા, વચલી શ્રેણિઓની મુલાકાત લેવામાં વધુ વખત ન લગાડતાં જલદી તેરમી-ચૌદમી શ્રેણી ઉપર આવી પહોંચે છે.
આ વિષય, સમ હેવા છતાં, સમજવામાં ધ્યાન અપાય તે મજાને લાગે એવે છે. આ આત્માની ઉત્ક્રાન્તિની વિવેચના છે. મેક્ષમહેલ ઉપર પહોંચવાને ચૌદ પગથિઆની આ નીસરણી છે. પહેલા પગથિથી સર્વ જીવો ચઢવા માંડે છે અને કઈ હળવે, તે કઈ ઉતાવળથી ચઢતાં ચૌદમે પગથિએ પહોંચી તત્કાળ મેક્ષ-મહેલમાં પ્રવેશ કરે છે. કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com