________________
: ૧૨૫ :
દર્શનમેહનું આવરણ શિથિલ યા ક્ષીણ થતાં “સમ્યગદર્શન” પ્રગટે છે. એના પ્રાદુર્ભાવની સાથે જ જ્ઞાનમાં સમ્યકત્વ આવી જાય છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું સંપૂર્ણ સાહચર્ય છે. મતિ, શ્રત, અવધિ, મન ૫ર્યાય અને કેવલજ્ઞાન એ જ્ઞાનના પાંચ ભેદો છે. મનયુક્ત ઈન્દ્રિદ્વારા જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. આંખથી જોવાય છે, જીભથી ચખાય છે, નાકથી સંધાય છે, કાનથી સંભળાય છે અને ચામડીથી અડાય છે તે બધા મતિજ્ઞાન છે. મનથી ચિન્તન પણ મતિજ્ઞાન છે. શબ્દધારા કે સંકેતદ્વારા જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે. આ બન્ને ઇન્ડિયાધીન હેઈ વાસ્તવમાં પરોક્ષ છે, છતાં ઈન્દ્રિયઠારા થનારાં રૂપાકિ વિષયાને વ્યવહારદષ્ટિએ પ્રત્યક્ષ ગણાય છે.
અવધિજ્ઞાન અને મન પર્યાયજ્ઞાન સ્પષ્ટ પ્રત્યક્ષ છે, કેમકે તેઓ ઇનિવનિરપેક્ષ હેઇ, કેવલ આત્મશક્તિસંભૂત છે. અવધિજ્ઞાનની અવધિ એક જાતની નથી, અસંખ્ય પ્રકારની છે. અવધિજ્ઞાન, પિતાની અવધિમાંના રૂપી પદાર્થો આવરણથી આવૃત હય, દૂર હોય છતાં સ્પષ્ટપણે તેને સાક્ષાત્કાર કરે છે. “લોકાવધિજ્ઞાન” લેકના તમામ રૂપી પદાર્થોને સાક્ષાત્કાર કરે છે. મન ૫ર્યાયજ્ઞાન બીજાઓનાં મનને સ્પષ્ટ પ્રત્યક્ષ કરે છે. બીજે માણસ શું ચિતવી રહ્યો છે તે મન પર્યાયજ્ઞાન આગળ પ્રકાશિત થઈ જાય છે. કેવળજ્ઞાન તે સંપૂર્ણ જ્ઞાન છે. સકલ કાલેકના ત્રણે કાળના તમામ દ્રવ્ય-પર્યાને એકી સાથે સંપૂર્ણપણે ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ કરનારું છે.
તષશ્વનદાનચારિત્રાળ મા-મા” એ ઉમાસ્વાતિ મહારાજને પ્રથમ સૂત્રપાત દર્શાવે છે કે, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યહચારિત્ર એ મોક્ષને માર્ગ છે. એ માર્ગને અભ્યાસ વધતાં વધતાં
જ્યારે પરાકાષ્ટા પર પહોંચે છે ત્યારે આત્મા ઉપરનાં તમામ આવરણે ભદાઈ જાય છે અને તે જ ક્ષણે આત્માને કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ એટલે જીવનમુક્તિ. એની સાધનપ્રણાલી સમજવા સારુ
૧. તત્ત્વાર્થસૂત્રમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com