________________
: ૧૧૫ :
કેવળ પ્રત્યક્ષ પ્રમાણું માનવાથી તરવજ્ઞાનને માર્ગ મેળવી શકાતો નથી અને આત્મજીવન બહુ ખરાબીમાં મૂકાય છે. કેવળ પ્રત્યક્ષ પ્રમાણ વાદીને પણ ધર્મના દર્શનથી અગ્નિ હોવાનું અનુમાન સ્વીકારવું પડે છે. નહિ દેખવા માત્રથી વસ્તુને અભાવ માનવો એ ન્યાયસંગત કહી શકાય નહિ. ઘણું વસ્તુઓ હૈયાત છતાં દષ્ટિગોચરમાં આવતી નથી, એથી એને અભાવ સિદ્ધ થઈ શકે નહિ. આકાશમાં ઊડેલું પક્ષી એટલું ઊંચે ગયું કે તે નજરથી દેખી શકાતું નથી, એથી કરી તે પક્ષીને અભાવ સિદ્ધ થાય નહિ. આપણા પૂર્વજો આપણુથી દેખાતા નથી, એથી, એઓ નહેતા, એમ કહેવાની કોઈ હિમ્મત કરી શકે નહિ. દૂધમાં ભળી ગયેલું પાણી જોઈ શકાતું નથી, એથી એનો અભાવ માની શકાય નહિ. સૂર્યના અજવાળામાં તારા દેખાતા નથી, એથી એએનું નાસ્તિત્વ કહી શકાય નહિ. આ ઉપરથી સમજી શકાય છે કે, સંસારમાં જેમ ઈન્દ્રિયગોચર પદાર્થો છે, તેમ ઈન્દ્રિયાતીત (અતીન્દ્રિય) પદાર્થો પણ અસ્તિત્વ ધરાવે છે. પિતાનું જ અનુભવેલું માનવું અને બીજાના અનુભવેલ વિષ માનવા જ નહિ, એ વાત વ્યાજબી નથી. લંડન, પેરિસ અને ન્યુયેક જેવાં શહેરે જેણે દેખ્યાં નથી, એ મનુષ્ય. તે શહેરોના વૈભવને અનુભવ કરી આવેલા અન્ય કોઈ પ્રમાણિક મનુષ્યથી વર્ણવતા તે વૈભવને સ્વીકારવા યદિ તત્પર ન થાય અને તેને–પિતાથી અપ્રત્યક્ષ હેવાના કારણે– અસત્ય ઠરાવવા તૈયાર થાય, તે એ જેમ અણઘટતું છે, તેવી રીતે, આપણુ–સાધારણ મનુષ્ય-કરતાં અનુભવ–જ્ઞાનમાં આગળ વધેલા મહાપુરુષના સિદ્ધાન્તને “નથી દેખાતા” એટલા જ માત્ર હેતુથી અવગણવા એ પણ અયુક્ત છે. આ બધા ઉપરથી કહેવાની મતલબ એ છે કે પુણ્ય પાપની પ્રત્યક્ષ કળાતી લીલાઓને ધ્યાનમાં લઈ, સંસારની નિસારતા અને વિષમતા સમજી આત્મા ઉપર લાગેલ મળને દૂર કરવા, આત્મશક્તિને પૂર્ણ પ્રકાશ સિદ્ધ કરવા કલ્યાણસંપન્ન માગે આત્માને જોડવો જોઇએ. ધીરે ધીરે પણ માગ ઉપર-ખરા માર્ગ ઉપર–ગતિ કરતે પ્રાણી સીદાતો નથી અને ક્રમશઃ આગળ વધતા જાય છે; છેવટે સાધ્યને પહોંચી વળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com