________________
મોક્ષમાર્ગ
( ૨ )
નવ તનું ટૂંક વર્ણન પૂરું થયું. આમાં મુખ્ય તો છવ અને અછવ બે જ છે. આસ્રવ અને બન્ધ એ જીવાજીવ સંગેનું (જડચેતનના સાગનું) અવસ્થાન્તર છે. સંવર અને નિર્જરા એ આત્માની ઉજજવળ દશા છે. મોક્ષ આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. આમ એ આસવાદિ પાંચે તો યથાસંભવ છવ–અજીવમાં સમાઈ જાય છે. પુય-પાપ આત્મસમ્બદ્ધ કર્મ પુદગલે છે. અતએ પુણ્ય–પાપને બધમાં અંતર્ભાવ કરીએ તો સાત ત ગણાય. જેમ નવ તત્તની પરમ્પરા છે, તેમ સાત તની પણ પરમ્પરા છે. આસ્રવ અને બધું સંસારનાં કારણ, અને સંવર તથા નિજ મોક્ષનાં સાધન. મેક્ષાર્થીને આત્મવિકાસના માર્ગે આ નવ વસ્તુઓનું જ્ઞાન અત્યંત ઉપયોગી છે, એટલા માટે તેમને “તવ” નામ આપ્યું છે.
નવ તત્તના પ્રકરણ ઉપરથી આત્મા, પુણ્ય–પાપ, પરલેક, મોક્ષ અને ઈશ્વર સમ્બન્ધી જેન વિચારોનું દિગ્દર્શન થઈ જાય છે. આસ્તિકાનું આસ્તિકપણું, આત્મા, પરમાત્મા, કર્મ અને પુનર્જન્મની સ્વીકૃતિ ઉપર આધાર રાખે છે.
૧. શ્રી ઉમાસ્વાતિવાચકરચિત તત્વાર્થસૂત્રમાં સાત તને નિર્દેશ છે. ૨. શુભ પુણ્ય મેક્ષ સાધનમાં ઉપયોગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com