________________
: ૧૧૬૪ સાધ્યને લક્ષમાં નહિ લીધેલા ધનુધરની બાણ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્કલ જાય છે, તેવી રીતે સાધ્યને સ્થિર કર્યા વગર કરાતી કોઈ પણ કિયા સલ થતી નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. મેક્ષ એ ખરૂં સાધ્ય સાધુ કે ગૃહસ્થ દરેકે પિતાની દષ્ટિબિન્દુ ઉપર સ્થાપિત કરવું જોઈએ. એ સાધ્યને સિદ્ધ કરી આપનાર માર્ગની શોધ કરવી જોઈએ. દુરાગ્રહને ત્યાગ કરી, ગુણાનુરાગી બની શાસ્ત્રોને ગર્ભ તપાસવો જોઈએ. શુદ્ધ જિજ્ઞાસુ બુદ્ધિએ અને આત્મકલ્યાણની તીવ્ર ઉત્કંઠાથી અવલકાતાં શામાંથી મેક્ષ મેળવવાને નિષ્કલંક માર્ગ જાણું શકાય છે. જાણ્યા પછી ક્રિયામાં મૂકવાની જરૂર છે, ક્રિયા વગરનું જ્ઞાન સાધક થઈ શકતું નથી. એ વાત દરેક સમજી શકે છે. પાણીમાં તરવાની ક્રિયા જાણવા છતાં પણ તે ક્રિયા કરવામાં ન આવે, તે પાણીમાં તરી શકાતું નથી. ઔષધના સેવન વગર તેના જ્ઞાન માત્રથી કે વર્ણન માત્રથી દર્દ મટી શકતું નથી; માટે જ શાસ્ત્રકારે “રાજિયાં મો:” એ સૂત્રથી સમ્યફ (યથાર્થ) જ્ઞાન અને સમ્યફ ક્રિયા એ બંનેના સહગથી મોક્ષ મેળવી શકવાનું પ્રરૂપે છે. સભ્ય શાન
આત્મતત્વની ઓળખાણ કરવી એ સમ્યમ્ જ્ઞાન (Right knowledge) છે. આત્માની સાથે સંબંધ ધરાવતાં જડ (કર્મ) દ્રવ્યનું સ્વરૂપ જાણ્યા વગર આત્મતત્વને યથાર્થ બંધ થઈ શકતે નથી. આત્મતત્વના જ્ઞાન વગર જગતની તમામ વિદ્ધતા નિરર્થક છે. સંસારની ફ્લેશજાળ માત્ર આત્મ વિષયક અજ્ઞાનતા ઉપર આધાર રાખે છે. તે અજ્ઞાનતા આત્મસ્વરૂપના ચિન્તન-મનન-નિદિધ્યાસનથી દૂર થાય. યથાબુદ્ધિ, યથાશક્તિ આત્મસ્વરૂપને પરિચય કરવો એ આત્મકલ્યાણનું પ્રથમ પગથિયું છે. સમ્યફ ચારિત્ર - તત્વસ્વરૂપ જાણ્યાનું ફળ પાપકર્મથી હઠવું એ છે. એ જ સમ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com