________________
ઉપર્યુક્ત યુક્તિ-પ્રમાણે દ્વારા અને “હું સુખી, હું દુખી” એવી શરીરમાં નહિ, ઈદ્રિયોમાં નહિ, કિન્તુ હદયના ઊંડા પ્રદેશમાં, અન્તરામામાં સુસ્પષ્ટ અનુભવાતી લાગણી જે પ્રત્યક્ષપ્રમાણરૂપ છે, તેથી શરીર અને ઈદ્રિયોથી અલગ સ્વતંત્ર આત્મતત્વ સાબિત થાય છે. સંસારમાં જીવો અનત છે.
આ પ્રસંગે એક પ્રશ્ન ઊભું થવાનો સંભવ છે. સંસારવર્તે છવરાશિમાંથી છ કર્મક્ષય કરી મુક્તિમાં ગયા છે, જાય છે અને જશે. આવી રીતે પ્રતિક્ષણ સંસારમાંથી જીવને ઘટાડે રહે છે. આ પ્રમાણે છ ખૂટવાથી ભવિષ્યમાં કઈ વખતે સંસાર છોથી ખાલી કાં ન થાય ?
પરતુ સૂક્ષ્મદષ્ટિએ વિચાર કરતાં પહેલાં એ ધ્યાનમાં લેવું જોઈએ કે સંસાર, જીવોથી ખાલી થાય, એ વાત કોઈ શાસ્ત્રને સમ્મત નથી;. તેમ જ એ વાત આપણુ વિચારદષ્ટિમાં પણ નથી ઉતરતી. બીજી તરફ મુક્તિમાંથી છ સંસારમાં પાછા ફરે, એ વાત પણ માની શકાય તેમ નથી, કારણ કે મેક્ષ, સર્વે કર્મોને પૂર્ણ વિનાશ થવાથી મેળવાય છે; એમ સહુ કોઈ માને છે. એટલે સંસારમાં જન્મ લેવામાં સાનભત કર્મસંબધ કોઈ પણ પ્રકારને જ્યારે મુક્ત છને નથી, તે પછી તેઓ સંસારમાં પાછા કેમ આવી શકે ? મોક્ષમાંથી પાછા ફરવાનું માનવામાં મેક્ષની મહત્તા ઉડી જાય છે. જ્યાંથી ફરી અધ:પાત થવાને પ્રસંગ આવે, તે મોક્ષ કહેવાય જ નહિ, આ ઉપરથી એ ધ્યાનમાં રાખવાનું પ્રાપ્ત થાય છે કે સંસાર, જીવથી, શન્ય થતું નથી, એ અને મુક્તિમાંથી જ પાછા ફરતા નથી, એ બને સિદ્ધાન્તને આંચ ન આવે એવા રસ્તે પ્રસ્તુત પ્રશ્નનું સમાધાન થવું જોઈએ. જેટલા છ મુક્તિમાં જાય છે, તેટલા જીવો સંસારમાંથી બરાબર ઓછા થાય છે; છતાં જીવરાશિ અનન્ત હેવાથી બ્રહ્માંડ છથી ખાલી થઈ શકે નહિ. સંસારવતી જીવરાશિમાં નવા જીન ઉમેરે બિલકુલ ન હોવા છતાં અને સંસારમાંથી નિરંતર જીવને ઘટાડે થત રહેવા છતાં પણ ભવિષ્યમાં • કઈ કાલે જીવને અંત ન આવે, એટલા અનત જીવો સમજવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com