________________
: 64:
'વિદ્વાન તો કાઇ મૂખ, કાઈ રાજા તો કાઇ ૨૩, કાઇ શેઠ તે ક્રાઈ નાકર, આવી રીતની અનન્ત વિચિત્રતાએ અનુભવાય છે. આ વિલા શુતા કારણ વગર સ ંભવે નહિ, એ અનુભવમાં ઉતરી શકે તેમ છે. હજાર પ્રયત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યને પણ ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થતી નથી, જ્યારે ખીજા મનુષ્યને વગર પ્રયાસે અભીષ્ટ લાભ મળી જાય છે. આવી અનેકાનેક ધટનાએ આપણી નજર આગળ દેખાતી રહે છે. એક જ સ્ત્રીની કુક્ષિમાંથી એક સાથે ઉત્પન્ન થયેલ જોડલામાંના ખન્ને પ્રાણીએ સરખા ન નિવડતાં તેમની જીવનચર્યાં એક ખીજાથી ઘણી જ તફાવતવાળી પસાર થાય છે. તે। આ બધી વિચિત્રતાઓનું કારણ શું ? આ ઘટનાએ અનિમિત હોય, એમ બની શકે નહિ, ક્રાઇ નિયામકપ્રયાજક હાવા જોઇએ. આ ઉપરથી તત્ત્વજ્ઞાનો મહાત્માએ કર્મની સત્તા સામિત કરે છે; અને ક્રમની સત્તાના આધારે આત્મા સ્વતઃ સિદ્ધ થાય છે, કારણ કે આત્માને સુખ-દુઃખ આપનાર કર્માંસમૂહ આત્માની સાથે અનાદિ કાળથી સંયુક્ત છે અને એને લઈ આત્માનું સંસારનું પરિભ્રમણુ છે. કમ અને આત્માની ખાત્રી થયેથી પલેની ખાતરી માટે કાંઇ બાકી રહેતુ નથી. જેવાં શુભ યા અશુભ કાર્યો પ્રાણી કરે છે, તેવા પરલાક ( પુનર્જન્મ ) તેને પ્રાપ્ત થાય છે. જેવી શુભ યા અશુભ ક્રિયા કરવામાં આવે છે, તેવા પ્રકારની વાસના આત્મામાં સ્થપાય છે. આ વાસના શું છે? એક પ્રકારના વિચિત્ર પરમાણુસમૂહને જથ્થા, એને જ બીજા શબ્દમાં ‘ કમ કહેવામાં આવે છે, એટલે કમ, એક પ્રકારના પરમાણુઓના સમૂહપ છે. આવી રીતનાં નવાં નવાં ક્ર આત્માની સાથે જોડાતા રહે છે અને જૂનાં જૂનાં કર્માં ખરી પડે છે. સારી યા ખરાબ ક્રિયાથી બંધાતાં સારા યા ખરાબ કર્મો પરલેાક સુધી, અરે ! અનેકાનેક જન્મો સુધી પણ આત્માની સાથે, ફળ બતાવ્યા વગર સત્તામાં સયુક્ત રહે છે, અને વિપાકના ઉદ્દય વખતે સારાં યા માઠાં ફ્ળાના અનુભવ આત્માને કરાવે છે. લવિપાક ભાગવવાની અવધિ હાય, ત્યાં સુધી આત્મા તે ફળ અનુભવે છે, ત્યાર પછી તે કર્મ આત્માથી ખસી જાય છે.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com