________________
'હ૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પ્રવીણ હોવાથી તેણે શુભ મુહૂર્ત અને શુભ ઘટિકા જોઈને ચોથે દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું. સર્વત્ર શિબિરમાં વિવિધ વાદ્યોના નાનાપ્રકારના
નિ થવા લાગ્યા. ઉષાના આગ્રહથી અને મહત્ત્વની અનુમતિથી. જગન્નાથપુરીમાં દૂત મોકલીને ચક્રધર મિશ્ર, ઉષાની પ્રાપ્રિય સખી પ્રભાવતી અને બીજા બેચાર બ્રાહ્મણે તથા બ્રાહ્મણ સ્ત્રીને બોલાવી લેવામાં આવ્યાં. તેમના આવવાથી પ્રભાત અને ઉષાના વિવાહપ્રસંગને પણી જ અનુપમ શેભા મળી. ચક્રધરમિશ્ર અને પ્રભાવતીને વિવાહ કરતાં પણ ભ્રાતાઓના મેળાપની વાર્તા સાંભળીને વધારે આનંદ અને આથર્યને ભાવ થયો. તેમના હર્ષની સીમા રહી નહિ. ઉષાની માતા ઘણા જ દરના પ્રદેશમાં હોવાથી તેને બોલાવી મંગાવવાની કેઈએ પણ ચેષ્ટા કરી નહિ. છતાં પણ પ્રભાત અને ઉષા ઉભયના હદયમાં તેનું સ્મરણ તે વારંવાર થયા કરતું હતું જ.
વૈદાના પ્રસંશનીય ઔષધોપચારથી કાળાપહાડના જખમમાંથી લોહીનું વહન બંધ પડ્યું હતું. જો કે રક્તવહનનો એ અવરોધ સામયિક હતા, તે પણ પોતે એ સામયિક શાંતિને લીધે બંધુના લગ્ન સમારંભમાં ભાગ લઈ શકતો હેવાથી કાળો પહાડ એ થોડા વખતના આરોઆને પણ અમરતા માનતો હતો. વષોનાં વર્ષો વીતી જાય છે અને– યુગોનો પણ અંત થાય છે, ત્યારે ચાર દિવસ તે શી ગણનામાં? જોતજેતામાં ચાર દિવસ વીતી ગયા અને ચોથે દિવસે રાત્રે નવ વાગવાના
મારે આર્યશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રભાતે ઉષાનું પાણિગ્રહણ કર્યું અને સદાને માટે તેને પોતાના સુખદુઃખની સમાન ભાગિની બનાવી. સારાંશ એ જ કે, કાળાપહાડની ઉપસ્થિતિમાં એ વિવાહકાર્ય ઘણું જ મોટી ધામધૂમથી સાંગોપાંગ પૂર્ણ થયું અને ભાગ્યવતી ઉષાએ પિતાની અભિલષિત વસ્તુને મેળવીને મનમાં બહુ જ સંતોષ અને આનન્દ માન્યો.
ઉષા અને પ્રભાતના એ વિવાહ સમારંભમાં કાળાપહાડની ધર્મપાની નજરુન્નિસા એક માલિની (માલણ)ને મહારક વેશ ધારીને આવી અને મુસલ્માનમાં ચાલતા આવેલા રિવાજ પ્રમાણે વિવાહની રસ્તુતિ કરતે એક સુન્દર સેહરે પિતાના લલિત અને મધુર સ્વરને સિતારના તારના કર્ણપ્રિય સ્વરો સાથે મેળવીને ગાઈ સંભળાવ્યા. વાચકેના મનોરંજન માટે તે સેહર” જેમને તેમ ઉર્દૂ જબાનમાં જ આપવામાં આવે છે;
હરી લાયા, ઇધર લાઈ હય માલિન સેહર માય યે કાન ગૌહર હાસિલે ગુન્શન સેહરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com