________________
... વિવાહ સમારમ્ભ
૧૭
- અનેકવિધ યત્નો કરવા છતાં પણ તેમાંથી નીકળતા અAપ્રવાહને વાયરત્નથી અવરોધ થઈ શકશે નહિ. અંતે અશ્રુ લૂછીને નિરંજનને આશ્વાસન આપતો તે કહેવા લાગ્યું કે, “વત્સ! તું વીર છે અને પરમ જ્ઞાની છે. કાણું જાણે પૂર્વ જન્મના કયા પાપથી તારી આવી દુર્દશા થઈ છે, એ વાતનો જ હું વિચાર કર્યા કરું છું. તારી આવી દુરવસ્થા દેખીને મારા હૃદયમાં બહુ જ દુઃખ થાય છે. હું અંતઃકરણપૂર્વક તને આશીર્વાદ આપું છું, કે પરલોકમાં તને શાંતિ મળે !!
“ગુરુરાજ! હું મહાપાપી છું. મને હવે શાંતિ મળે એવી આશા જ નથી: અન્ત સમયે મારી એક ઈચ્છા છે, તે હું માપનાં ચામાં નિવેદિત કરું છું. આજે મેં એક અશ્વારાહી દૂતદ્વારા બાદશાહની હજૂ૨માં એક પત્ર મોકલ્યું છે, કે જેની સહાયતાથી પ્રભાતને પોતાની સંપૂર્ણ પૂર્વ સંપત્તિ પાછી મળશે અને મારું પણ જે ધન છે તે સર્વ પ્રભાતનું જ થશે. જે આપના મનમાં કોઈ પણ પ્રકારની બાધા ન હેય, તે ઉષા સાથે પ્રભાતનો વિવાહ સંબંધ સાધી આપે. મારી એ જ અંતિમ ઈચ્છા છે.” કાળાપહાડ અર્થાત નિરંજને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. - એના ઉત્તરમાં ગુરાજ ન્યાયરને સંતોષકારક રીતિથી જણાવ્યું કે, “એ વિષયવિષે તારે લેશ માત્ર પણ ચિન્તા રાખવી નહિ. સંપૂર્ણ કાયના કારણરૂપ વિધાતા જ એ શુભ સંયોગમાં સહાયક થશે. તારી ઈચ્છા પૂર્ણ થશે.”
“ત્યારે તે હર્ષનો પાર જ નહિ રહે. ઉષા અને પ્રભાતનો પરસ્પર વિવાહ સંબંધ સંધાશે, એના જે હર્ષને બીજો કયો પ્રસંગ હોય? પરંતુ જ્યારે તમે મારી ઈચ્છા માન્ય કરી છે, ત્યારે એક બે દિવસમાં જ એ શુભ કાર્ય આટોપી નાખવામાં આવે, તો વધારે સારું. કારણ કે, ચાર છ દિવસથી વધારે હવે હું જીવી શકીશ નહિ-એટલેજે એ કાર્યમાં વિલંબ થશે તો હું તે જોવાથી વિચિત રહીશ. એ વિવાહત્સવને જોવાની મને બહુ જ ઉત્કંઠા છે, માટે હું સઘળી જોઇતી વ્યવ સ્થા કરવાની મારા અનુચરોને આજ્ઞા આપું છું-છાવણીને શૃંગારું છું પુરીમાંથી તમે પણ થોડાક બ્રાહ્મણે બાલવી લ્યો અને આ કાર્ય કરી નાખે.” નિરંજન ગુની અનુમતિ મળતાં જ તત્કાળ પિતાની ઇચ્છા પૂર્ણ કરવાને મમ્રતાથી ગુરુને આગ્રહ કર્યો. . કે -
કાળાપહાડની આજ્ઞાથી છાવણીમાં સ્થળે સ્થળે મંગળસૂચક રક્ત વર્ણની પતાકાઓ ચડાવવામાં આવી અને પ્રત્યેક તંબૂના દ્વારમાં આમ્રપણનાં તોરણ બાંધી દેવામાં આવ્યાં. વાયરત્ન પોતે જ્યોતિર્વિદ્યામાં
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com