________________
૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વિશેષ વિલંબ નથી.” સેનાપતિ ને બંધ કરીને કોઈ વિચારમાં લીન થઈને પડ્યો હતો. પ્રભાતે કાતર સ્વરથી તેને સંધીને કહ્યું કે, “બંધે!”
નિરંજને ને ઉઘાડીને પ્રભાતપ્રતિ જોયું અને સ્થિર દૃષ્ટિથી - ઘણીવાર સૂધી જેમનો તેમ જેતે રહ્યો. એ સમયે તેના હદયમાં કેવી પીડા થતી હોવી જોઈએ, એનું અનુમાન તેનાં સ્થિર નેને જોતાં સારી રીતે થઈ શકતું હતું. સેનાપતિ બહુ જ ધીમા સ્વરથી કહેવા લાગ્યો કે, “પ્રભાત મને સ્વમે પણ એવી કલ્પના હતી નહિ કે, મારી અન્તિમ શયા પાસે તમે આવી રીતે ઉપસ્થિત હશે. મારા જીવનના બધા અભિનયનો હવે અંત થયો છે. બંધો! જે તમારાથી બની શકે તે આ મારા પાપી અને સંતપ્ત હૃદયને શાંત કરવાની ચેષ્ટા કરો!”
પ્રભાતનાં નયનમાં જળ ભરાઈ આવ્યું. તે અશ્રુને લૂછીને કહેવા લાગ્યા કે, “અંધે! આ દુર્ભાગીના ભાગ્યને ધિક્કાર હો! મારા જીવનને પણ ધિક્કાર હ! લાંબા સમય પછી વિયુક્ત ભ્રાતાને સંયોગ થયો અને
દેવે પાછો ચિરકાલને માટે વિયુક્ત કરવાનો પ્રસંગ લાવી મૂકે ! હાય! ! સહોદર ! તમારી પ્રકૃતિ અત્યારે કેમ છે ?”
“બંધ, ગભરાશે નહિ. મને શારીરિક યંત્રણ જરા પણ નથી. માત્ર હદયયંત્રણથી જ હું પીડાઉં છું. જે યંત્રણને આજે દશ અગિયાવર્ષથી હું દબાવતે આવ્યો છું, તે જ યંત્રણા અંતકાળે અત્યંત પ્રબળ થઈ ગઈ છે!!” સેનાપતિ પૂર્વ પ્રમાણે ક્ષીણ સ્વરથી જ બોલ્યો.
વત્સ! તે સર્વશક્તિમાન પરમેશ્વરનું સ્મરણ કર.” વાયરને આશ્વાસન આપતાં કહ્યું. “તે જ પાપ, તાપ, જીવન અને મરણની વેળાએ શાંતિ આપનારો છે. આવા સમયમાં કોઈ પણ પ્રકારની મનમાં ભીતિ રાખવી ન જોઈએ. ચિન્તા ન કર. કોઈ સારા વૈદ્યના ઔષધોપચારથી તને શીધ્ર જ આરોગ્યતાની પ્રાપ્તિ થશે. મરણને સંભવ મને તો દેખાતો નથી.”
સેનાપતિએ ન્યાયનના મુખનું અવલોકન કર્યું અને ધીમે ધીમે બને હાથ ઉંચા કરીને પ્રણામ કર્યા. તે મંદ સ્વરે કહેવા લાગ્યો,
ગુરુદેવ ! હવે આરોગ્યની પ્રાપ્તિ થાય, એવી મારી ઇચ્છા નથી. હવે તે જીવન કરતાં મરણ જ મને વધારે પ્રિય લાગે છે. પરમ પુણ્યક્ષેત્રમાં સ્વધર્મરક્ષાથી બ્રાહ્મણના શસ્ત્રના પ્રહારથી મારું મરણ થશે, એ મારા માટે બહુ જ આનન્દની વાર્તા છે. હવે આ જ્વાલામય યંત્રણ - રૂપ કર્મક્ષેત્રમાંથી હું મુક્ત થઈશ-આ જન્મમાં એના કરતાં અધિક સૌભાગ્યને પ્રસંગ મારા માટે કયો હોઈ શકે વા” કાળાપહાડે પિતાની મનભાવના દર્શાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com