________________
1
વિવાહસમારમ્ભ
દીક ભી
મર્હુમે તાખે નારા નહા; રખેં મિજમાં કે ન કર્યો ડાલકે ચિલમન સેહરા. ઈસ રસાઇસે બડી ક્રમ ગુલા ગૌહર કી; આ ગયા હૈય જો તેરે તા સરે દામન સેહરા. હર લડી ગૌહરી યાતા જમુરૈકી ગુડ્ડી; ચશ્મ ખટ્ટુર જવાહિકા હય માદન સેહરા. શર્જરે તૂરકે ક્યા ફૂલ ગુંથે હર્યું ઇસમેં! હમને દેખા નહીં ઇસ તરહકા રૌશન સેહરા. સબને સમઝાકે ચે ચલતા હય જ઼મીંપર ખુર્શીદ; ખે નૌશાસે જો કા સરે તે સુન સેહરા. ફરકા ભી યે તમન્ના હય કે માલન મનતી; ઇસમેં યે શર્ત હય ગૂંધેગી સહાગન સેહરા. ભર ટ્વિયે દાગને ગુલહાય મામીન ઈસમેં; ક્યા અજબ ગાય અગર બુલબુલે ગુાન સેહરા.”
૧૯૫
વાસ્તવિક રીતે નજીરને એ સેહરાએવા અદ્ભુત આલાપથી ગાયા હતા કે, તે સાંભળીને તે સમયે જેટલી સ્ત્રી ત્યાં ઉપસ્થિત હતી ને જેટલા પુરુષા ખેઠેલા હતા તે સર્વ ઘેાડી વાર તેા ચિત્રેલા ચિત્ર પ્રમાણે સ્તંભિત થઈ ગયાં. સેહરા ગાઈને નજીરને નવવિવાહિત પ્રભાત અને ઉષાના ગળામાં અર્થાત્ દિયર અને દેરાણીના ગળામાં પુષ્પાની સૌગંધ્યપૂર્ણ માળા પહેરાવી અને આશીર્વાદ આપ્યા. સર્વેએ તે આશીર્વાદને ગગનભેદક હર્ષનાદથી વધાવી લીધા.
કાળાપહાડ, ન્યાયરત્ન, પ્રભાવતી, ચક્રધરમિશ્ર, ઉષા અને પ્રભાત સર્વની આશા અખિલ બ્રહ્માંડના અધિપતિ ઘટઘટ વ્યાપક પર માત્માએ પૂર્ણ કરી. વિવાહસમારંભની સમાપ્તિ થઈ અને બીજે દિવસે પ્રાતઃકાળમાં છાવણી ઉઠાવીને પાછા તાડૅ કૂચ કરી જવાનેા નિશ્ચય કરવામાં આવ્યા. પરંતુ રાત્રે લગભગ ત્રણ કે ચાર વાગવાના શુમારે સેનાપતિ કાળાપહાડની પ્રકૃતિ હર્ષાતિશયથી પાછી એકાએક બગડી આવી. તેના જખમમાંથી પાછે રક્તના પ્રવાહ વહેવા માંડ્યો. વૈદ્યની સલાહથી બે દિવસ ત્યાં જ વધારે ગાળવાના નિશ્ચય કરીને આગલા નિશ્ચય ફેરવી નાખવામાં આવ્યેા. કાઈ પણ કાર્ય કરવાની ધારણા કરવી, એ કાર્ય મનુષ્યનું છે, પરંતુ તે કાર્ય સફળ કરવાની શક્તિ પરમેશ્વરની જ છે, એ સિદ્ધાંતની સત્યતાના સર્વેને અનુભવ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com