SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શિખિર કારાગાર વારુ; પણ પછી શું કરવું?” મહમૂમે સવાલ કર્યો. “પછી વળી શું કરવું હાય ? કાઈ આવીને પૂછશે, તેા કહી દઈશું કુ, એ તેની ખીખી છે અને પેાતાની મેળે જ પોતાના શૌહર પાસે ચાલી આવી છે. ખીજાં શું ?” પ્રથમ સોનકે ભયના ભંગ કરી નાખ્યા. એ ઉપાય બહુ જ સારા છે. એ પણ અન્નાહની કુદરત છે. જુઓ-ખબરદાર રહેજો. જે પાછળથી કાંઇપણ પાકાર થયા, તા યાદ રાખો કે હું એકલા નથી. શફાઉલ્લા પણ આમાં શામિલ છે.” એટલું કહીને મજૂમે એક ઉષ્ણ નિઃશ્વાસ નાખ્યા. જ્યાં એ બન્ને સૈનિકા ગુપ્ત સંભાષણ કરતા હતા, ત્યાં જ અંધકારમાં એક વાતાભિહતા નવપલ્લવિની લતા પ્રમાણે એક નવયૌવના બાળા પૃથ્વીપર પડેલી હતી. બાળાનું શરીર સ્નાયુહીન અને ચેતનન્ય થઈ ગયું હતું. માત્ર તેની નાસિકામાં ગમન આગમનના વ્યાપાર કરતો મંદ મંદ શ્વાસ જ તેના જીવનના અસ્તિત્વને પ્રમાણિત કરવાનું એક સાધન અવશિષ્ટ રહેલું હતું. તેનાં ઉન્મીલિત નેત્રામાંથી નીકળેલી અશ્રુ ધારામાં તારકાના પ્રતિબિંબ પડવાથી ત્યાં એક પ્રકારના અદ્ભુત ચમકાટ લેવામાં આવતા હતા. એ બાળાના ચેતનહીન શરીરને ઉપાડીને - અને યવનસૈનિકા ત્યાંથી રવાના થયા. નદીતીને નિઃસ્તબ્ધતા રોષ વ્હી. તૃતીય પરિચ્છેદ શિબિર કારાગાર ૧૦૩ અત્યારે આપણે જે સ્થાનની સમીક્ષા કરવાની છે, ત્યાં પણ ભીષણ અંધકારના જ સર્વત્ર વિસ્તાર થએલા જોવામાં આવતા હતા. ક્વચિત્ કવચિત્ શીતલ શ્વાસના ક્ષીણુ ધ્વનિ સંભળાતા હતા. એ સ્થળે એક તંબૂમાં પ્રતાપી વીર પ્રભાત કુમારને કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. પ્રભાત પેાતાના મનશ્ચક્ષુથી પ્રતિક્ષણે પેાતાના મસ્તકપર યવનાની શાણિતવાહિની અસિ નિહાળ્યા કરતા હતા. તે આ અસાર સંસારના સમસ્ત મેઢ માયા આદિ પદાર્થોને એક એક પછી પાતાના મનમાંથી દૂર કરવાની ચેષ્ટા કરતા હતા. તાપણુ ઉષાની અમિમયી સ્મૃતિ તેના હૃદયને વારંવાર આવીને દગ્ધ કરતી હતી. એટલામાં એવા ધારતમ અંધકારમાં ક્રાઇનાં પગલાંના અવાજ તેના સાંભળવામાં આવ્યા. પ્રભાતે એમ ધાર્યું કે, વધક આવ્યા !” હૃદયને દૃઢ કરીને તે કૃતાન્તની માર્ગપ્રતીક્ષા કરતા મરવામાટે તૈયાર થઈ બેઠા. ઘેાડીવારમાં તેને એવા ભાસ થયા કે, એ માણસા પાત`ાતામાં કાંઈ વાતચિત કરી રહ્યા છે. પરંતુ જે મરવામાટે તૈયાર થઈ ખેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy