________________
૧૭૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
“યા ખુદા! તમે પાગલ તે નથી થઈ ગયા ? શું અસરજંગ એવા હવસી ઇન્સાન છે ? શાહજાદીએ તેમના પર એવા જાદુનો અસર નાખ્યો છે કે, કુરાન શરીફનો હુકમ પણ તેમણે ન માન્યો અને એક ઉપરાંત બીજી બીબી પણ કરી નહિ. જે સાલારજંગ શાદીઓ કરવા માંડત, તે બેગમખાનું આજે આખું ભરાઈ ગયું હોત. હજી પણ તમે એ ઔરતથી દૂર ભાગો. જે તમારા જાનપર કાંઈ પણ આફત આવશે, તો સાથે મારે પણ ઘાણ નીકળી જશે.” પ્રથમ સૈનિકે પાછો તેના વિકાર અને મનોભ્રમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.
કેાઈ પણ રીતે એને તે હું છોડી શકું તેમ નથી ખાન સાહેબ! મારી તે ખાત્રી થઈ ગઈ છે કે, એ ઔરત પોતે પણ મને સહાય છે. એની સાબેતી એ છે કે, જે વખતે ઘોડાપર નાખીને હું એને લઈ આવતો હતો, તે વખતે અડધી ખુલ્લી અને અડધી મીલી આંખોથી તાકી તાકીને એ મને વારંવાર અને ઘડી ઘડી જોયા કરતી હતી. આજે આપણે જહાજપુર અને જગન્નાથપુરીની લડાઈ ફતેહ કરી ચૂક્યા છીએ, તેથી આવતી કાલે કાંઈ પણ ઈનામ તે મળવાનું જ; બસ તે વેળાએ ઇનામમાં હું એ ઓરતને જ માગી લઈશ.” મહબૂબે પિતાના વિચાર અને કાલ્પનિક ભાવેને અનુસરીને હવામાં કિલ્લા બાંધવાની શરુઆત કરતાં કહ્યું. -
“જે આપની એવી જ ઈચ્છા હોય, તો માગીને એ ઓરતનો ક મેળવો, પણ આ જ તો કઈ રીતે જાન બચાવવાને ઉપાય કરો.” પ્રથમ સૈનિકે પાછો ઉપદેશ આપ્યો.
“બરાબર છે. પણ ખાનસાહેબ! આજે જાન કેવી રીતે બચી શકે, એનો ઉપાય તે તમે શોધી કાઢે. લડાઈમાં મરવાને મારા મનમાં જરાપણ ડર નથી; પરંતુ શૂળીએ ચઢવું, એ બહુ જ ભયંકર છે. જ્યારે હું લડાઈ કરવામાં રોકાયેલો હતો, તે વેળાએ મેં પિતાની તલવારથી સાત કાફિરની ગર્દન કાપી નાખી હતી. તેમનાં ધડે એવાં તો તડપતાં હતાં કે, મને તે જોઈને ઘણું જ મને મળતો હતો.” મહબૂબે પિતાની બહાદુરીનાં વખાણ કરવા માંડ્યાં.
ખયર-ત્યારે ઉપાય શો કરવો, તે સાંભળી લ્યો. ગઈ કાલની લડાઈમાં એક કાફિર કેદ પકડાયો છે અને તે બહુ જ બહાદૂર આદમી છે. જંગમાં તેના હાથની સફાઈ જોઈને અફસરપંગ અતિશય પ્રસન્ન થયા અને તેથી જ તેને જલ્લાદને હવાલે ન કર્યો. મારા સાંભળવા પ્રમાણે તેને કાલે સવારમાં શૂળીએ ચઢાવવાના છે. આ કેદીને જે તંબૂમાં કેદ કરવામાં આવ્યો છે, તે જ તંબૂમાં એ ઔરતને પણ રાત્રે મૂકી આવીએ. કેમ?” પ્રથમ સૈનિકે પોતાની બુદ્ધિ અનુસાર ઉપાય બતાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com