________________
૧૭૪
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
હાય, તેને ભીતિ તે શાની હૈાય ! પ્રભાત કુમાર મનમાં જ વિચાર કરવા લાગ્યા કે, “એ એ મનુષ્યા કાણુ હશે ? અને તે અત્યારે અહીં આવ્યા છે, તે શા માટે? જો વાસ્તવિક રીતે એ મનુષ્યા ઘાતક હાય, તેા ગુપ્ત ભાવથી આવવાનું શું કારણ હાય ? હું યવનાના બંદીવાન છું, એટલે મારાથી ડરવાની એમને શી આવશ્યકતા છે?” ધીમે ધીમે આવનારાઓનાં પગલાંના અવાજ વધારે સ્પષ્ટતાથી સંભળાવા લાગ્યા, અને અંધકારમાં એ મનુષ્યાની પ્રતિછાયા પણ લેવામાં આવી. ઘેાડીવાર પછી તે બન્ને મનુષ્યા ત્યાં કાઈ એક વસ્તુ રાખીને, આવ્યા હતા તેવી જ ચુપકીદીથી ચાલ્યા ગયાં. પ્રભાત અંતિમ શય્યામાં આળેટીને શાંતિસુખના અનુભવ લેવામાં લીન થઈ ગયા હતા. પરંતુ હવે તે શાંતિને નાશ થયા અને તે એ મનુષ્યા શી વસ્તુ રાખી ગયા છે, તે એવાની તેના મનમાં ઉત્કંઠા થઈ આવી.
તે શય્યામાં પડ્યો હતા, ત્યાંથી ઊડીને બેઠા થયા અને તે જ્યાં તે વસ્તુને રાખી ગયા હતા, ત્યાં હાથ ફેરવીને તેને ખેાળવા લાગ્યા. તે વસ્તુને હસ્તના સ્પર્શ થતાં જ ધડક ધડક તેનું કામલ હૃદય કંપવા લાગ્યું. તેને સ્પર્શ કરતાં જ પ્રભાતને જ્ઞાન થયું કે, તે કાઈ નિર્જીવ મનુષ્યનું શરીર હતું. એટલામાં એક દીર્ઘ નિઃશ્વાસના વાયુના તેના હસ્તમાં આધાત થયા. શું પ્રભાત તેને પેાતાના પૂર્વપરિચિત નિઃશ્વાસ તરીકે ઓળખી શક્યા ? અથવા તે જ પૂર્વ પરિચિત અમૃતમય સ્પર્શ છે, એમ તે જાણી શક્યા ખરા કે? કારાગૃહવાસીની અંતિમ શય્યા કુતૂહલ અને સંદેહપૂર્ણ થઈ ગઈ! તે પતિત શરીરને ઉદ્દેશીને પ્રભાતકુમાર કહેવા લાગ્યા કે, “ હું ભાગતુક ! તું કાણુ છે ? શું તું પણ મારા પેઠે યવનાના કદી થએલા છે ?” એક દીર્ધ નિઃશ્વાસે પ્રભાતના એ પ્રશ્નનું ઉત્તર આપ્યું. મનુષ્યના કંઠેમાંથી નીકળેલા એક પણુ શબ્દ સાંભળવામાં આવ્યા નહિ. કારાગૃહવાસી પ્રભાતકુમાર પાછા ખેાલવા લાગ્યા, “તું ગમે તે હાય, પણ તારી દુર્દશા દેખતાં એ જ નિશ્ચય થાય છે કે, તું પણ મારી પેઠે સંકટમાં જ પડેલા છે. આ નિર્દય યવનાના કારાગૃહમાં હું અને તું એકસમાન સ્થિતિમાં જ પડેલા છીએ. અત્યારે હું અને તું પરસ્પર મિત્ર છીએ. બે કાંઈ પણ સંકાય ન હાય, તે મને પોતાના પરિચય આપ. હું તારી કમઁકથા સાંભળવાને બહુ જ અધીર બની ગયા છું.”
આ વેળાએ તે। દીર્ઘ નિઃશ્વાસે પણ પ્રભાતના પ્રશ્નનું ઉત્તર આપ્યું નહિ. તેની સત્ય સ્થિતિથી અજ્ઞાત હાવાને લીધે પ્રભાત પણ નિરાશ થઈને ચુપ થઈ બેસી રહ્યો. ચિન્તારૂપ સહસ્રાવધિ વૃશ્રિકાના દંશની વેદનાથી હૃદયમાં તે અત્યંત કુલ વ્યાકુલ થવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com