________________
૧૬૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય આસમાનને પિતાને તંબૂ અને જમીનને ફર્શ માને છે. તે રાત્રિદિવસ યુદ્ધનો જ વિચાર કર્યા કરે છે અને યુદ્ધ કરવામાટે જ ફર્યા કરે છે. અરીસાના રહીસે એને પરમેશ્વર પ્રમાણે પૂજ્ય માને છે.” અબ્દુલ્લતીફે નમ્રતાપૂર્વક પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
વલ્લાહ! તમારાં વચને અક્ષરેઅક્ષર સત્ય છે. આપણે અત્યારે એક અજેય શત્રુ સાથે મુકાબલો થયો છે. એ નવીન સેનાપતિની ભીતિ જ માત્ર મનને સંતપ્ત કર્યા કરે છે. કોઈપણ રીતે જે એ કંબખ્ત જીવતો જાગતે હાથમાં આવી જાય, તે પછી બીજા સૈનિકનું કાંઈ પણ બળ ચાલશે નહિ.” કનુદીને યથામતિ પોતાના વિચારેનું પ્રકટીકરણ કર્યું.
દુશ્મન ઘણે જ જોરાવર છતાં પણ આપે તેના જીવને જોખમ ન પહોંચાડવાનો અને જીવત જ પકડી લાવવાનો હુકમ કર્યો છે, તેનું કારણ શું છે, તે કૃપા કરીને જણાવશે? એના રહસ્યને જાણવાની મારામાં શક્તિ નથી.” કાજી સાહેબે દાઢીપર હાથ ફેરવીને કાળાપહાડને એ સવાલ પૂછ્યો.
“એના કારણ અને રહસ્યનો પરિફેટ મારાથી અત્યારે કરી શકાય તેમ નથી. કારણ કે, જે કારણથી તેને હું જીવતે પકડવા ઈચ્છું છું, તે કારણ સત્ય ઠરશે કે અસત્ય, એ વિશે અદ્યાપિ મારે પિતાને પણ એક દઢ નિશ્ચય થયું નથી. પરંતુ જે મારી ધારણું સત્ય કરશે, તે પરિણામ પોતાની મેળે જ જણાઈ રહેશે.” કાળાપહાડે નિષ્કપટતાથી જેવો હતો તે જ જવાબ દીધે.
“બહુ સારું. ખુદા હુજુરને સલામત રાખે!” કાજીએ સવાલોમાં આગળ ન વધતાં વાતને ટૂંકી કરવાના હેતુથી આશીવૉદ આપીને વાદવિવાદની પરિસમાપ્તિ કરી નાખી. કાળેપહાડ અશ્વારોહણ કરીને સૈન્યમાં ફર્યો અને એક એક સૈનિકને ભિન્ન ભિન્ન પ્રોત્સાહન આપીને યુદ્ધમાં અગ્રભાગ અને અચલ રહેવાની આજ્ઞા કરી દીધી.
પલમાત્ર પછી પુનઃ લોમહર્ષણ સંગ્રામનો આરંભ થયો. જાણે ગિરિરાજ પોતાના મસ્તકને ઝુકાવીને મૂળિધાર વૃષ્ટિની ધારા સહી રહ્યો હોયની! એ જ ત્યાં આદર્શ જેવામાં આવતું હતું. તોપના શતાવધ ગોળા દુર્ગની દુર્ભેદ્ય દીવાલોમાં અથડાઈને પૃથ્વી પર પડવા લાગ્યા અને દિશાઓ કંપાયમાન થવા લાગી. પોતપોતાની ગુફાઓમાં સિંહ પણ ગર્જના કરવા લાગ્યા અને સમુદ્રમાં પણ કંપને આવિર્ભાવ થશે. ગળાના ભયંકર આઘાતને દીવાલ સહી ન શકી, એટલે થોડી જ વારમાં એક ભયંકર ધડાકાસાથે સિહકારના ટુકડે ટુકડા થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com