________________
પુરી – નદીને બંધ તૂટી જવાથી જેવી રીતે નદીને પ્રવાહ પ્રખળ વેગથી વહેવા માંડે છે, તેવી રીતે યવનો પ્રબળ વેગથી પુરીના અંતર્ભાગમાં જવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ ઉકલવાસીજનો લોહદુર્ગનું રૂપ ધારણ કરીને તારસમક્ષ ઊભેલા હતા, એટલે યવનોથી આગળ વધી શકાયું નહિ. મુસલ્માને એક પછી એક હલ્લાઓ કરતા જ રહ્યા, પણ ઉત્કલવાસીઓ તે મરવાનો જ સંકલ્પ કરી બેઠા હતા, એટલે તેમના સમક્ષ કેઈ ટકી શકતું નહોતું. સારાંશ કે, મુસલમાનોનો પુરીમાં સત્વર પ્રવેશ થઈ શક્યો નહિ.
પુનઃ ભયાનક ગર્જનાઓ સહિત તેમાંથી અગ્નિ વર્ષવા લાગ્યા. તોપોની ગતિને કઈ પણ રેકી શકે એમ હતું નહિ. રૂનાં પુંબડાં પ્રમાણે ઉત્કલી સેના ચારે તરફ ઉડવા લાગી અને પળ માત્રમાં હિંદુઓનાં અસંખ્ય મૃત શરીરે રણભૂમિમાં રખડતાં જોવામાં આવ્યાં. એક સ ઘોડેસ્વાર સિપાહીઓને સાથે લઈને સેનાપતિ કાળપહાડ ઉલ્કલી સૈન્યના સમૂહને ઉલ્લંઘી તથા સિહકારનું ઉલ્લંધન કરીને પુરીના અંતર્ભાગમાં આવી પહોંચ્યો. તેની ભયંકર ગર્જનાએ ક્ષણમાત્ર તે સર્વને નિઃસ્તબ્ધ બનાવી નાખ્યા. સિહે સિંહની ગર્જના સાંભળી. બન્ને વીરે પોતપોતાના હાથમાં નાગી તલવાર ધારણ કરીને તુમુલ યુદ્ધ કરવા લાગ્યા. નિર્ભય આર્યવીર પ્રભાતકુમારે સેનાપતિ કાળાપહાડના પ્રબળ વેગનો અવરોધ કરી નાખ્યો. ઉભય અસિઓના વારંવાર થતા ઘર્ષણથી તેમાંથી અગ્નિકણનો ઉદ્દભવ થવા લાગ્યો. સર્વજનો શાંત ચિતે એ કંઠયુદ્ધનું અવલોકન કરવા લાગ્યા. ઉભય વીરયુવકોએ એક બીજાને આશ્ચર્યની દૃષ્ટિથી જોયા. મનમાં એક પ્રકારનો નિશ્ચય થતાં જ કાળો પહાડ પોતાના ઘોડાને વાળીને બીજી બાજુએ ચાલ્યો ગયો. તેના સે ઘોડેસ્વાર સિપાહીઓમાંથી એક પણ જીવતે રહેવા પામ્યો હતો. તે સર્વ યમરાજની મહા સભામાં પોતાનાં સુકૃત્ય અને કુકયનાં ફળ ભેગવવામાટે આ લોકમાંથી પરલોકમાં પ્રયાણ કરી ચૂક્યા હતા. તેમનાં મડદાં ધરણપર અહીં તહીં રખડતાં છૂટા છવાયાં પડેલાં હતાં. શરીર ક્ષણભંગુર છે, એ સિદ્ધાન્ત ત્યાં એક પ્રકારનું પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કર્યું હતું.
પાછા પ્રબળ વેગવાન ઝંઝાવાતને આરંભ થયે. નદીના પ્રવાહ પ્રમાણે પઠાણ સૈનિકે જગનાથપુરીમાં પ્રવેશ કરવા લાગ્યા. હુલાયુધ મિત્ર પિતાના સૈનિકોના ઉત્સાહની વૃદ્ધિ કર્યા કરતો હતો, તેના લલાટમાંથી પ્રબળ વેગે રતની ધારા વહી નીકળી હતી. તેના ખાલી ન જવાવાળા બરછીના પ્રહારથી સેંકડો મુસલમાનોની છાતી ફાટી જતી હતી. તેના અસાધારણ અને અલૌકિક વિરવથી ગુજનનાં હદ કંપાયમાન થવા લાગ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com