________________
પુરી—આક્રમણુ
૧૫૯
સૈનિકાના અશ્વોના ચલનથી માર્ગમાં ઉડતી ધૂળ આકાશમાં પહોંચવા લાગી. ભયાનક ઝંઝાવાત અથવા અવચ્છંદના આગમન પૂર્વે થાડીકવાર સુધી પ્રકૃતિ દેવી જેવી રીતે સર્વથા શાંત ભાવ ધારણ કરી રહે છે, તેવી જ રીતે કાલાહલપૂણૅ પુરીએ અલ્પ સમય માટે શાંતિરૂપ શ્રૃંગાર ધાર્યો. પરંતુ ત્યારપછી તત્કાળ જ કાપપ ઝંઝાવાતના વેગ વધ્યા અને ક્ષણમાત્રમાં જ તે મહાન સેનારૂપી સમુદ્રમાં યુદ્ધરૂપી ભયંકર લહરીઆ ઉદ્ભવવા લાગી. એક તીક્ષ્ણ ધારવાળું શસ્ત્ર હસ્તમાં લઈ ક્રોધિષ્ટ શાર્દૂલ પ્રમાણે કૂદકા મારીને હુલાયુધ મિશ્ર મંદિરમાંથી બહાર નીકળ્યેા. એ વૃદ્ધનાં નેત્રામાંથી અગ્નિની વૃષ્ટિ થતી જોવામાં આવતી હતી અને કાઈ દૈવી શક્તિએ જાણે તેને ઉન્મત્ત બનાવી દીધા હાયની, એવા તેના આદર્શ દેખાતા હતા.
તીડાના દળ પ્રમાણે શત્રુસેના મેદાનમાં ફેલાયલી હતી, અને તેમની સંખ્યા ગણી ન શકાય તેટલી હતી. વર્ષાઋતુના મેધા પ્રમાણે શત્રુસૈન્યે જગન્નાથપુરીને ચારે તરફથી ઘેરી લીધી. દશ હજાર ઘેાડેસ્વાર ફૌજી જવાનાને સાથે લઈને યવનસેનાપતિ કાળાપહાડે પ્રબળ વેગથી સિંહદ્વારપર હલ્લા કર્યો. જેવી રીતે નદીના વેગવાન્ જલપ્રવાહ • પર્વતસંગે અથડાઈને અટકી પડે છે, તેવી રીતે દ્વાર પર્યન્ત આવીને યવનસેના અટકીને ઉભી રહી. મરણના નિશ્ચય કરી ચૂકેલા ઉત્કલવાસીજના સમરસાગરમાં યાહેામ કરીને કૂદી પડ્યા. ઉભય પક્ષના સૈનિકા એક બીજાના સમૂહમાં ભળી ગયા અને લગભગ એક પ્રહર પર્યન્ત તેમનું પરસ્પર યુદ્ધ ચાલુ રહ્યું. મુસલ્ખાનાનું પ્રથમ આક્રમણુ વ્યર્થ ગયું અર્થાત્ ધાર્યા પ્રમાણે તે સિંહદ્દારને તેાડી શકયા નહિ.
કાળાપહાડે થાડીવાર યુદ્ધ બંધ રાખ્યું અને પેાતાના સૈન્યના કેટલાક ખાસ અધિકારીઓને એકત્ર કરીને તેણે કહ્યું કે, - અબ્દુલતીકું ! અહીં હવે બહુ જ હુશિયારીથી લડવાની અગત્ય છે. મારા ધારવા કરતાં હિન્દુઆમાં કાંઇક આજે વધારે એર બેવામાં આવે છે. રુકનુદ્દીન ! ખપાર પછીની યુદ્ધની સર્વ વ્યવસ્થા તમારે કરવાની છે, અને રાત્રિના ચાકી પહેરાના બંદોબસ્ત પણ ધણા જ સારા રાખવા જોઇશે. ક્યાંક એમ ન થઈ જાય કે, આપણે બધા ગફલતમાં રહીએ અને નન્દકુમારને નવીન સેનાપતિ જેવી રીતે કાસિદના વેશમાં આવીને મારી ખીખી નજ઼રનનું હરણ કરી ગયા, તેવી રીતે કાઇનું ખૂન કરી જાય ને આપણાથી કાંઈ પણ ન થાય !”
“ન્ને હિન્દુઓના લશ્કરમાં વધારેમાં વધારે બહાદુર કાઈ પણુ જવાંમર્દ હાય, તા તે એ નવીન સેનાપતિ જ છે. મારા સાંભળવા પ્રમાણે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com