________________
LOO'JepueuqueKbeeun'WWW
jejns ejewn-jepueyqueig wemseweypns əəjys
જહાજપુરનું યુદ્ધ
૧૪૭ વધિ કઠમાંથી “જય, 'જગન્નાથને જય” એ આર્યધ્વનિ સાંભળવામાં આવતો હતો. મુસલમાનેનું જોર ઘટવા લાગ્યું. વીર પ્રભાતકુમાર પઠાણ સેનાના હવાલદાર દસ્તમહમ્મદની છાતીમાં છુરે ભકીને ગર્જના કરવા લાગ્યો.
અલ્પ સમય પછી સંગ્રામની ભીષણ જ્વાળા પુનઃ ભભકવા લાગી. સહસાવધિ સૈનિકે એ સમરવાળામાં ભસ્મીભૂત થઈ ગયા. કિંતુ ઉત્કલી સેના પોતાની સ્વતંત્રતા માટે પ્રાણવિસર્જન કરવાનો નિશ્ચય કરી બેઠેલી હોય, એવું તેમના ઉત્સાહને જોઈને અનુમાન કરી શકાતું હતું.
કાઈ પણ ક્ષત્રિય અથવા બ્રાહ્મણ યુદ્ધથી વિમુખ થયો નહિ. વીર પ્રભાતકુમારનાં ઉત્સાહપૂર્ણ વાક્યોએ ઉકલી સેનાને દ્વિગુણિત ઉત્સાહિત બનાવી દીધી. મુસલમાનોના શાર્દૂલસમાન વિક્રમ સમક્ષ આયોં અચલિત ભાવથી સ્વધર્મ માટે પોતાના પ્રાણનું બલિદાન આપવાને તૈયાર થઈ ગયા હતા.
એક પણ મનુષ્ય રણભૂમિમાંથી પાછો ફર્યો નહિ. દ્વિગુણિત ઉત્સાહથી પર્વત પરથી પડેલા પાષાણની વૃષ્ટિ પ્રમાણે આ મુસદ્ભાનો પર તૂટી પડવા લાગ્યા. મુહૂર્ત માત્રમાં પુનઃ ભયાનક સમરાગ્નિ પ્રજળવા લાગ્યા. પુનઃ સહસ્ત્રાવધિ કંઠેમાંથી “જય જગન્નાથને જય” એ ધ્વનિ વિસ્તારને પામ્યા. પઠાણે પાછા પડ્યા અને દુર્ગારને ત્યાગીને વીસ બાવીસ હાથ દૂર ખસી પાછા યુદ્ધમાટેની પિતાથી બનતી તૈયારીઓ કરીને ઉભા રહ્યા. પુનઃ તેમના હૃદયમાં શર્યના અંકુરનો ઉદય થયો.
પાછી તોપો ચાલવા લાગી અને શસ્ત્રોને ટંકારવ પણ શ્રવણ ગોચર થવા લાગ્યા. રણચંડી ભયાનક રૂપ ધારણ કરીને રાત્રિના ભયાનક અંધકાર સાથે વિકટ નૃત્ય કરવા લાગી. પ્રભાતે ભીષણ ગર્જના કરીને કહ્યું કે, “હે વીરગણ! દેવના ઋણને ફેડવામાટે પુનઃ એકવાર સિહસમાન વિક્રમસહિત શત્રુઓ ઉપર હલ્લો કરો! શ્રીગંગાના પવિત્ર જળને મુસલમાનોના રક્તથી રક્તવર્ણ બનાવો!!” વિજયોન્મત્ત સૈનિકે પણ એ વાક્ય સાંભળીને ઉછળવા લાગ્યા. બીજીવાર પણ મુસલ્માને પાછા પડ્યા અને પછી તેમણે તેનો મારો શરૂ કર્યો. તોપના ભયાનક શબ્દથી કાનના પડદા ફાટી જવા લાગ્યા. જેવી રીતે વાયુના પ્રબળ વેગથી નદીતટની વાલુકા ચારે તરફ ઉડવા માંડે છે, તેવી રીતે ક્ષણમાત્રમાં ઉત્કલદેશની સેનાના સેંકડો સૈનિકને વિધ્વંસ થવા લાગ્યો. ભયભીત સેનાનીઓ સમરભૂમિને ત્યાગ કરીને દુર્ગના અંતર્ભાગમાં પલાયન કરી જવા માંડ્યા. પ્રભાતે તેમને રોકવાની બહુઓ ચેષ્ટા કરી, પરંતુ તેનું કાંઈ પણ જાણવા જેવું સારું પરિણામ થયું નહિ.