________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
પુનઃ તાપના અવાજો સંભળાવા લાગ્યા. તાપની ભયાનક ગર્જનાથી ચારે દિશાઓ કંપાયમાન થવા લાગી. ઘેાડેસ્વાર જાસૂસે સિંહદ્વારપરથી દોડી આવીને ખબર આપી કે, “શત્રુઓની છૂપાઈ રહેલી - અસંખ્ય સેનાએ સિહારપર આક્રમણ કરેલું છે. દ્વારપરના સૈનિકા નષ્ટ થવાની અણીપર છે.” એ સમાચાર સાંભળતાં જ પ્રભાતનાં નેત્રામાંથી અગ્નિકા વર્ષવા લાગ્યા. તે સિંહસમાન ગવા લાગ્યા. પળવાર પછી દુર્ગના અંતર્ભાગમાં દુંદુભિના નાદ શ્રવણુગાચર થવા લાગ્યું. ક્ષણ માત્રમાં પાંચ હજાર સિપાહીએ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. વીર પ્રભાતકુમાર એક શિક્ષિત અશ્વના પૃષ્ઠ ભાગે આરૂઢ થઈને પાંચ હજાર સૈનિકાની સૈના સાથે લઈ પાણાની પ્રાણહાનિ કરવા માટે બહાર નીકળ્યે.. એ વેળાએ ચાલતાં ચાલતાં તેણે એક શીતલ નિઃશ્વાસ મૂક્યા અને પ્રબળ વાયુ તે નિઃશ્વાસને વહાવીને ગંગાપર લઈ ગયેા.
પ્રભાતે સેનાસહિત યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું, પરંતુ તે સિદ્ધાર પર્યન્ત પહોંચી શક્યા નહિ. કારણ કે, પઠાણેાની સેના સિંહદ્દારનું અતિક્રમણ કરીને દુર્ગદ્દાર પર્યન્ત આવી પહોંચી હતી. ક્ષણ માત્ર પછી દુર્ગદ્વાર પાસે લેામહર્ષણુ યુદ્ધ થવા લાગ્યું. પઠાણુ સૈનિકાના અનેક સમૂહે દ્વારપર આક્રમણ કરવા લાગ્યા અને દુર્ગમાં પ્રવેશ કરવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેમની અનેક તાપા અગ્નિની વૃષ્ટિ વર્ષોવવા લાગી. ઉત્કલી સેના પણ તેમનાથી મહાપરાક્રમસહિત લડવા લાગી. ઉભય પક્ષની સેનાના ભયંકર શબ્દોથી આકાશ કંપાયમાન થવા લાગ્યું. શસ્રાના ખણખણાટ, તાપાની ગર્જના અને સેનાપતિના હુંકાર શબ્દથી શાંત રજની પ કંપવા લાગી. ઘેાડી જ વારમાં એવું ભીષણ યુદ્ધ થયું કે, દુર્ગના દ્વારના સમસ્ત ભાગ સૈનિકાનાં મૃત શરીરાથી ઢંકાઈ ગયા.
અશ્વારેાહી વીર પ્રભાતકુમાર વિદ્યુત્પ્રમાણે પેાતાની કરવાલ (તલવાર)ને ચલાવી રહ્યો હતેા. તેની તલવારના વારથી સેંકડા પઠાણુ સિપાહીએ જમીનદાસ્ત થતા જતા હતા. એ વીરની છાતી સાહસથી ઉન્નત થએલી હતી, નેત્રા ઉજ્વલ થયેલાં હતાં અને તેના વિશાળ લલાટમાં અટલ પ્રતિજ્ઞાનું લક્ષણ દષ્ટિગોચર થતું હતું. સર્વત્ર અંધકારની ભયંકાર છાયા છવાઈ ગઈ હતી. શત્રુ અને મિત્રના ભેદનું કાઇને પણ જ્ઞાન થતું નહતું. જે સામે આવ્યેા, તેને માર, એવા જ હિસાબ ચાલી રહ્યો હતા. થોડી ઘેાડી વારને અન્તરે તાપીના ધગધગતા ગાળાએ આવીને રણાન્મત્ત સૈનિકાના વિધ્વંસ કરી નાખતા હતા. રક્તના પ્રબળ પ્રવાહથી પૃથ્વી ભીંજાવા લાગી હતી. યુદ્ધના અંત ક્યારે થશે, એની કલ્પના થઈ નહાતી શકતી. જયપરાજયના નિશ્ચય પણ કરી શકાતા નહાતા. હઠાત્ સહસ્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com