________________
જહાજપુરનું યુદ્ધ
૧૪૫ વાચકને નવેસરથી જણાવવાની કશી પણ આવશ્યકતા નથી. આમાંથી
બીજે એ એક સાર ગ્રહણ કરવાનો છે કે, ઉચ્ચ અને ઉદાર શત્રુઓ • પણ પરસ્પરને કેવી અને કેટલી બધી માનની દૃષ્ટિથી જુએ છે અને તેમના હદયના ભાવો કેવા અતિ ઉચ્ચ અને સ્વર્ગીય હોય છે. એટલા માટે જ આપણામાં એક કહેવત ચાલૂ છે કે, “દાના દુશ્મન ભલો, પણ નાદાન દેસ્ત ભંડે.” ખરેખર કેાઈને શત્રુ મળે, તો તે પ્રભાત જેવા જ મળજો, એવી અમારી અનન્ય ભાવે મનોવાંછના છે. અસ્તુ.
કાળાપહાડે જે વેળાએ પોતાની પ્રાણપ્રિયાના હરણના સમાચાર સાંભત્યા, તે વેળાએ તેના કોપને પાર રહ્યો નહિ–બળતી જવાળામાં ધૃત હોમાયું. એક તે તે આયના નાશ માટે ઉઘુક્ત થએલો જ હતો, એટલામાં તેની આ બીજી છેડ થવાથી તેણે બની શકે તેટલી શીઘ્રતાથી હિન્દુઓના સંહારનો નિર્ધાર કર્યો. એકદમ તેણે પોતાના સૈનિકોને છાવણી ઉઠાવીને જહાજપુર તરફ કૂચ કરવાની આજ્ઞા આપી દીધી.
“દીન દીન”ના પિકારોથી ચતુર્દિશા વ્યાપ્ત થઈ ગઈ અને પવનવેગે પ્રયાણ કરીને બીજે દિવસે રાત્રે યવનસેના જહાજપુર પાસે આવી પહોંચી. ક્ષત્રિયસૈન્ય પણ લડવાની તૈયારી કરીને જ ઊભું હતું, પરંતુ પ્રથમ 'તે તેમણે દુર્ગના સંરક્ષણને પ્રયત્ન કરવાનું જ યોગ્ય વિચાર્યું હતું. પ્રાતઃકાળમાં યવન અને આયના યુદ્ધનો આરંભ થવાનો હતો. હવે જોઈએ કે, વિજયશ્રી કેના ગળામાં વરમાળા આપે છે તે. ચાલો ત્યારે સમરક્ષેત્રમાં.
ચતુર્થ પરિચ્છેદ
જહાજપુરનું યુદ્ધ વર્ષાઋતુની સમાપ્તિ થઈ ચૂકી હતી. શ્વેત મેઘસમૂહના પાગ્લા ભાગમાં છુપાયેલા નીલવર્ણ આકાશનું મંદ મંદ દર્શન થવા લાગ્યું હતું. રાત્રિના સમયે એક વીર યુવક કિલ્લાની દીવાલ પર ઉભે હતે. ચતુર્દિશાએ શાંતિનું સામ્રાજ્ય વ્યાપેલું હતું, છતાં પણ વચવચમાં સૈનિકોના ગીતધ્વનિથી તે શાંતિનો ભંગ થતો જોવામાં આવતો હતો. શસ્ત્રઅત્રથી સુસજ્જિત થએલા કેટલાક સેનાનીઓ દુર્ગના દ્વાર પર મહાસાવધાનીથી પહેરે ભરતા હતા. એકાએક વજપાત પ્રમાણે ગુડુમ્ કરીને તેનો ધ્વનિ સંભળાય. સર્વત્ર આકાશ અને પૃથ્વી કંપાયમાન થવા લાગ્યાં. પ્રભાતકુમાર એ તોપના ધ્વનિને સાંભળતાં જ કિલ્લાની દીવાલ પરથી નીચે ઉતર્યો અને પવનવેગે દુર્ગના એક ભાગમાં ચાલ્યો ગયો. તે ક્યાં ગયે, તે કઈ જાણું શક્યું નહિ.
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com