________________
૧૪૪ જગન્નાથની મૂતિ અને ભારતનું ભવિષ્ય ને તમારામાં બંધુભાવના ધરે છે.” શાહજાદી નજીરને પ્રભાતને ઉપકાર માનીને પોતાના મનનો ભાવ દર્શાવ્યા.
નરનના હૃદયમાંથી ભયનો લોપ થયો અને સ્વાભાવિક રીતે - તે જાણે પોતાના જ કોઈ સંબંધીને ત્યાં આવી હેયની! એવી તેની ભાવના થઈ ગઈ. યુદ્ધના સમાચાર અને આશ્વાસનનાં વાળે સંભળાવિને પ્રભાત જ્યારે ત્યાંથી જવાને નીકળ્યો, તે વેળાએ તેને “ખુદા હાફિ જ.” કરતાં નજીરસિસાએ પાછો પિતાના મુખપરનો બુકી દૂર કર્યો અને તેના સંરક્ષક વીર પ્રભાતને આ બીજીવાર તે સુંદરીના મુખચંદ્રના દર્શનને અમૂલ્ય પ્રસંગ મળે. આહા! કેવી સ્વરૂપવતી તે સુંદરી અને કેવી તેના વદનદર્શનથી ઉદ્ભવતી પ્રભાતના હૃદયમાંની આનંદલહરી !! કવિની લેખિનીમાં પણ તેના વર્ણનને આલેખવાની શક્તિ નથી, ત્યારે નવલકથાકારની લેખિનીમાં તે તેવી શક્તિ કયાંથી જ હોય ? અર્થાત ન જ હેય, એ સ્વાભાવિક છે. અસ્તુ.
તે સુન્દરીની પવિત્ર, શુદ્ધ અને સૌન્દર્યયુક્ત સ્નેહસરિતામાં વીર યુવક પ્રભાત સ્નેહસલિલનું પાન કરવા લાગ્યો. મુખાવરણપનભોમંડળમાં તે ચપલાના મુખ૫ ચંદ્રને લોપ થતાં, જાણે કઈ અલભ્ય સ્વર્ગીય વસ્તુને ખોઈ નાખી હોયની! એ પ્રભાતને ભ્રમ થયે. નજીરુન્નિસાન વદનમાં તેને અપ્સરાવત હાવભાવ, બાળક સમાન નિદોષતા અને કુમારિકા સમાન ઉત્કંઠાનું વારંવાર દર્શન થતું હતું અને તે જ તેના પ્રેમનું મુખ્ય કારણુ થઈ પડ્યું હતું. પ્રેમની ઉત્પત્તિ અનેક કારણોથી થાય છે, તેમાંનું આ પણ એક કારણ હતું.
સ્ત્રીના પ્રેમના જેવી રીતે માતૃપિતૃપ્રેમ, બંધ પ્રેમ અને પતિ પ્રેમ આદિઅનેક પ્રકારે છે, તેવી જ રીતે પુરુષના હૃદયમાં પણ માતૃપિતૃપ્રેમ, ભગિનીપ્રેમ, અને પત્ની પ્રેમ ઈત્યાદિ ભિન્ન ભિન્ન પેમેને નિવાસ હોય છે. આપણુમાં કોઈ પુરુષ સ્ત્રીને સ્નેહની દૃષ્ટિથી જેતે હેયકે સ્ત્રી કેાઈ પુરાને પ્રેમભાવથી નિહાળતી હોય, તો તેને કામવાસના જ માનવામાં આવે છે, પરંતુ ઉચ્ચ પ્રકારની મનોવૃત્તિવાળાં સ્ત્રી પુરુષના મનમાં સર્વથા અને સર્વદા કામવાસના હેતી નથી, એ ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રભાતને નજીરનું પ્રતિને પ્રેમ અને નજીરનનો પ્રભાતમને સ્નેહ તે અનુક્રમે ભગિનીપ્રેમ અને બંધુ પ્રેમ હતો. માત્ર પર
સ્પરના સદ્દગુણોથી જ તેમના મનમાં પરસ્પર માટે સ્નેહ ભાવના ઉત્પન્ન થએલી હતી. એવા પ્રેમમાં જ ઈશ્વરનું ઈશ્વરત્વ અને માયાને પ્રભાવ દષ્ટિગોચર થાય છે. નજરનની પતિભાવના તે માત્ર કાળાપહાડમાં જ હતી અને પ્રભાતના હદય મંદિરની પૂજ્ય દેવી માત્ર ઉષા જ હતી, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com