________________
રણધીરનું સાહસ
૧૪૧ એવી અત્યાર સુધી તેના મનની ભાવના હતી. પરંતુ જ્યારે બુક દૂર થયો અને સાક્ષાત્ સુલ્તાનજદીના સૂર્યસમાન મુખનો પ્રકાશ સર્વત્ર વ્યાપી ગયો, ત્યારે જ તેને ભાસ થયો કે, તેના સ્વરૂપની સર્વ પ્રશંસા સત્ય હતી અને નામ પ્રમાણે જ તેનું સૌન્દર્ય વિકસિત હતું. હજી પણ એવી અલૌકિક સૌન્દર્યવતી સ્વર્ગીય સુન્દરીઓનું આ વિશ્વમાં અસ્તિત્વ છે, એવી કલ્પનાથી તેને ઘણું જ આશ્ચર્ય થયું અને નારીના અવતારમાં એ કઈ દેવતા જ ઊતરી આવી છે કે શું? એવો તેને ભ્રમ થયો. કાશ્મીર સૌન્દર્યનો ભંડાર મનાય છે; પરંતુ ત્યાં પણ એવી સૌન્દર્યપ્રતિમા હશે કે નહિ ? એની તેને શંકા થવા લાગી. અન્ય અબળાઓનીયૌવનાવસ્થા એ યવન યુવતીના યૌવન સમક્ષ વૃદ્ધાવસ્થા જેવી ભાસવા લાગી, સૌન્દર્ય અસૌન્દર્ય જેવું દેખાવા લાગ્યું અને કોમલતા કઠિનતા જેવી જણાવા લાગી. નિરપરાધિની અને નમ્ર સ્વર્ગીય સુન્દરીના મુખદર્શનથી રણધીરના મનમાં જે પરિણામ થયું, તેનું સંપૂર્ણ વિવેચન કરી શકે, એટલી આપણી ભાષાના શબ્દોમાં શક્તિ છે કે નહિ ? એની શંકા જ છે અને તેથી જ તેનું વિવેચન આપણે કરીશું નહિ.
જે વેળાએ નજીરુન્નિસા અને રણધીર મધ્યે આ પ્રકાર ચાલી રહ્યો હતો, તે વેળાએ રણધીરના શૂરવીર સૈનિકે મૃત શત્રુઓના શરીર પરને માલ લૂંટવામાં રોકાયેલા હતા. નજીરુન્નિસાએ પોતાના મુખમંડળને પુનઃ બુકમાં છૂપાવી દીધું. તે વખતે જાણે પૂર્ણ ચંદ્ર મેઘમાં છૂપાઈ ગયે હેયની! એ રણધીરના હૃદયમાં ભાસ-ભ્રમ થશે. લૂટ બંધ થઈ અને સૈનિકે એ પિતાના સ્થાન પ્રાંત ચાલવા માંડ્યું. માર્ગમાં સુલ્તાનજાદીને આરામ મળે અને તેના થાકનું દુઃખ ટળે, એટલા માટે રણધીર વારંવાર પડાવ નખાવતા હતા અને પ્રવાસના શ્રમને ધૂન કરવા માટે તેણે નજીરુન્નિસા માટે એક પાલખી બનાવરાવી અને તેમાં તેને બેસાડી. આવાં કારણોને લીધે એક દિવસના પ્રવાસે બે દિવસ લીધા. રાતના જ્યારે છાવણી નાખવામાં આવી, તે વેળાએ શાહજાદીના તંબૂ પાસે પહેરેગીરને રાખવામાં આવ્યો ન હતો. કારણ કે, શાહજાદીએ હાસી ન જવાનું વચન આપેલું હતું અને રણધીરનો તે વચનમાં પૂર્ણ વિશ્વાસ હતો. એવી રીતે પ્રવાસ કરતા કરતા તે સર્વે જહાજાપુરમાં આવી પહોંચ્યા
અને રણધીર પિતાના મહારાજાને મળવા માટે આતુર થઈ ગયે. નજી-નિસાને નિવાસ અને ખાનપાન ઇત્યાદિની સર્વ પ્રકારની યથાયોગ્ય
વ્યવસ્થા કરી આપીને, તે મહારાજા નન્દકુમાર દેવ સમક્ષ જવાને તૈયાર થયા.
રણુધીરનું અત્યાર સુધીનું વર્તન પરમ પવિત્ર અને કોઈ પણ પ્રકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com