________________
૧૪૨
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
રના વિકારથી રહિત હતું. તાપણુ યવન સુન્દરી નજીરના મનમાં અનેક જાતિના તર્ક વિતર્કો થવા લાગ્યા. એક ક્ષણે રણધીર વિશે તેના હૃદયમાં સારા ભાવેશ અને સારા વિચારા આવતા હતા, તે। દ્વિતીય ક્ષણે તે તેને શંકાની દૃષ્ટિથી શ્વેતી હતી. નજીરુનિસા એ કે એક યવન યુવતી હતી, છતાં પણ પાતિત્રત્યપાલનના તેના વિચાર। આર્ય અબળા કરતાં પણ અધિક ઉચ્ચ અને ગૌરવયુક્ત હતા. પૂર્ણ પતિત્રતા છતાં પણ કાઈ કાઈ ક્ષણે રણધીર માટે તેના હૃદયમાં સ્નેહના અદ્વિતીય ભાવ ઉદ્ ભવી આવતા હતા, ત્યારે શું તેનું મન સુધીરના સૌન્દર્યથી ચંચલ અને ચલિત થઈ ગયું હતું? એનું ઉત્તર અમે એટલું જ આપીશું કે, રણુધીર માટે તેના મનમાં સ્નેહના અંકુર તેા ફૂટથો હતા, પરંતુ તે સ્નેહ પવિત્ર હતા કે અપવિત્ર, તે તેા ઘટઘટબ્યાપક અંતર્યંની પરમાત્મા જાણે. મનુષ્યમાં એ રહસ્યને જાણી લેવાનું સામર્થ્ય નથી. અસ્તુ, જે હશે, તે પાતાની મેળે જ જણાઈ આવશે. અત્યારે એના ઊહાપાહ શામાટે કરવા બેઇએ ? ચાલે! રણધીર સાથે મહારાજા નન્દકુમાર પાસે અને તેને આળખા.
તૃતીય પરિચ્છેદ
યુદ્ધના નિશ્ચય અને નજીરને આશ્વાસન
રણધીરે મહારાજા સમક્ષ આવી પોતાના શાંતિના સંદેશાની કાળાપહાડની છાવણીમાં નીવડેલી નિષ્ફળતા નિવેદન કરી અને દૈવની પ્રશ્નળતાથી શાહ સુલયમાની ભત્રીજી અને કાળાપહાડની પત્ની નજીન્નિસા તથા તેની દાસીઓ કેવી રીતે તેના કબ્જામાં આવી, તે પણ વિસ્તારથી કહી સંભળાવ્યું. એ સાથે તે યવન રમણી પ્રતિ યા દેખાડવાની પણ તેણે પ્રાર્થના કરી. મહારાજાએ તે પ્રાર્થના માન્ય કરીને કહ્યું કે, “યારે એ બહાદુર યવને છેવટે યુદ્ધમાં ઉતરવાના જ નિશ્ચય કર્યો છે, કેમ? મેં તે શાંતિની ઇચ્છા રાખી હતી, પણુ તે પૂરી ન થઈ શકી. હશે ! પ્રભુની એવી જ ઇચ્છા છે, તે। તેને જ પૂર્ણ કરવી એઇએ? શૂરવીર પ્રભાતકુમાર ! સેનાપતિ કાળાપહાડમાં ખરેખરું શૌર્યું છે કે, માત્ર બાહ્ય દંભ અને સાઢુંસની જ વિપુલતા છે?”
હૈં, મહારાજાએ રણુધીર નામના ઉચ્ચાર ન કરતાં પ્રભાતના નામથી એ યેાધાને ક્રમ એળખ્યા? શું રણધીર તે પ્રભાતકુમાર હતા? તેમ જ હાવું ોઇએ, અને હતું. ક્ષત્રિયાના સેનાપતિ પ્રભાત પાતે જ એક દૂતના વેશમાં નામનું પરિવર્તન કરીને કાળાપહાડની છાવણીમાં ગયા હતા અને મહારાજાની ઇચ્છા પ્રમાણે સંદેશા પહોંચાડ્યો હતા;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com