________________
૧૪૦
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
સૌન્દર્યંની બહુ પ્રશંસા સાંભળેલી હતી. સમસ્ત બંગાળામાં તેના જેવી સૌન્દર્યંવતી યુવતી ખીજી એક પશુ તે સમયમાં હતી નહિ, એ પણ તેના જાણુવામાં હતું. તે ખુબસૂરતીની પૂરી અને જાતની પૂરી હાલ ધ્રુવથી અણુધીરના હાથમાં કે પકડાયલી હતી. “ અને સ્વામીનાં ચરણમાં અર્પવી કે નિર્વિઘ્ને તેના પતિને પાછી સોંપવી?” એ વિચારસાગરના ભયંકર તરંગામાં સુધીર ડાલાં ખાવા લાગ્યા–માનસિક યંત્રણામાં પડી ગયે..
ધણા વખત સુધી હા નાના વિચારવમળમાં ગાયાં ખાતે તે ત્યાંને ત્યાં સ્તબ્ધ થઈને ઉભા રહ્યો. પ્રથમ તેને શાહજાદી પર દયા આવી અને ત્વરિત જ પાછી પાતાની પ્રતિજ્ઞાની સ્મૃતિ થઈ આવી. અંતે પેાતાની પ્રતિજ્ઞા અને સ્વામીના હિતને તેને વધારે વિચાર થયેા. એથી તેણે સુલ્તાનજાદીને સવિનય જણાવ્યું કે;
“હું નિરુપાય છું. તમને બંધનમુક્ત કરવાનું સામર્થ્ય મારામાં નથી. અમારા શૂરવીર મહારાજાધિરાજ સમક્ષ તમને હાજર કરવામાં આવશે અને ત્યાર પછીના તમારા સારા કે માડ઼ા ભવિષ્યના આધાર એરીસાના સ્વામી મહારાજા નન્દકુમાર દેવની ઇચ્છાપર રહેલા છે.” એટલું કહીને સુધીરે વધારામાં જણાવ્યું કે, “પરંતુ તમારું ત્યાં કાઈ પણ રીતે અપમાન નહિ થાય, અને તમારા સતીત્વની પણ હાનિ થશે. નહિ; એ વિશે તમારે નિશ્ચિંત રહેવું.”
“સખી સરદાર ! તમારી આવી લાયકીથી મારી પૂરી ખાત્રી થઈ છે કે, તમારા રાજાના દરબારમાં પણ મારી બેઇજ્જતી તે! નહિ જ થાય. હું સારી રીતે જાણું છું કે, દિલાવર રાજપૂતે તેમના કેદીઓ તરફ હમેશા રહમદિલ હૈાય છે. થાડા જ વખતમાં મારા પિન્દર સુલતાન સુલયમાન અથવા મારા પતિ કાળાપહાડ મને ગમે તે ઇલાજ કરીને પણ છેડવશે. દંડ આપીને પણ મારા છૂટકારા કરાવશે.” નજીરુત્તિસાએ હિંમત અને નિખાલસ મનથી કહ્યું.
રણુધીરે તેની આબ અને ઇજ્જતને જાળવવાની પૂરી ખાત્રી આપી અને તેથી સંતુષ્ટ થઈ પાતે સંપૂર્ણ રીતે તેની યાપર આધાર રાખી રહી છે, એવા ભાવ દેખાડવાને ઉપકાર માનતી નછન્નિસાએ પોતાના મુખપરના બુર્કો ઉતારીને તેને પેાતાના ચંદ્રસમાન મુખમંડળનું દર્શન કરાવ્યું, તે વખતમાં નવાબના જનાનખાનાની ઔરતા કાઈ મર્દને—પારકા મર્દને—પેાતાનું મુખ દેખાડે, એ ઘણી જ માન, વફાદારી અને તાબેદારીની નિશાની મનાતી હતી.
જો કે કાળાપહાડની પત્નીના સૌન્દર્યની રણધીરે પ્રશંસા તે બહુએ સાંભળી હતી, છતાં પણ “તે પણ એક સાધારણ સ્વરૂપવતી સ્ત્રી હશે,”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com