________________
રણુધીરનું સાહસ
૧૩૯ ગયો અને તેઓ રડવા લાગી. પણ તેમના સંરક્ષક અધિકારીએ શત્રુ
સૈનિકોની સંખ્યા પિતાના કરતાં ઓછી જોતાં જ પિતાના જંગીઓને * દિલદારી આપી કહ્યું કે, “બહાદુર શે! દુશ્મનોથી ડરવું અને શમિન્દા થઈ ફરવું, તેના કરતાં કુવામાં ડૂબી મરવું વધારે સારું છે! કાફિર ઘણું જ થોડા છે. ખુદાનું ચહાવું છે, તે હમણાં જ એ સઘળાં કાફિર કૂતરાંનાં માથાં ધડથી જુદાં કરી આપણી મલેકાના કદમોમાં લાવી હાજર કરીશું.” એ ઉત્તેજક ભાષણ સાંભળતાં જ મુસલ્માન સૈનિકોના હદયમાં નવીન ઉત્સાહ જાગ્યો અને તેમણે પોતાની તલવારને મ્યાનથી બહાર કાઢી.
ક્ષત્રિય વીરે અને યવન બહાદુરના પરસ્પર રક્તવાહક યુદ્ધનો આરંભ થઈ ચૂક. થોડા વખત સુધી તે અફગાને ક્ષત્રિયો ઉપર ગાલિબ થયા હેય, એમ દેખાયું. પણ થોડા જ વખતમાં મામલો પાછા ફરી ગ. સંખ્યા ઓછી છતાં પણ ક્ષત્રિયોને વિજય થતે દેખાશે. તેમણે કેટલાક મુસલ્માન સૈનિકોને જહન્નમવાસિલ કર્યા અને જીવતા પકડાયા, તેમને સાંકળેથી જકડીને કેદ કરી લીધા. આટલો વિજય મળતાં જ રણધીરે મુસલમાન સૈન્યના મધ્ય ભાગમાં હલ્લો કરવાની પોતાના સૈનિકેને આજ્ઞા કરી અને અગ્ર ભાગે તે પિતે રહ્યો. એ અત્યંત ભયંકર પ્રસંગ હતો. મુસલમાનોએ ઘણી જ મજબૂતીથી માર્ગ રોકી રાખ્યો અને પ્રાણુ જતાં સૂધી લડ્યા. પણ અંતે રણધીર ફાવ્યો. માત્ર એક કલાકની ઝપાઝપીમાં તેણે ઘણાખરા મુસભાન જંગીઓને કબ્રસ્તાનના વાસી બનાવી દીધા અને બાકી રહેલા ડાક સિપાહીઓ સહિત તે સ્વર્ગની સુંદરી અને તેની સખીઓ તથા દાસીઓને કેદ કરી લીધી. રણધીરના હર્ષનો પાર રહ્યો નહિ.
“સ્વર્ગીય સુન્દરિ! હવે ભયનું કશું પણ કારણ નથી.” વિજય મેળવી તે પ્રમદા પાસે જઈ તેને આશ્વાસન આપતાં રણધીરે કહ્યું.” તમે શત્રુએના હાથમાં આવી પડ્યાં છે, એ છે કે સત્ય છે, પણ શત્રુ ઉદાર છે ! જે કાળાપહાડના અસત્ય અભિમાનથી કેપને વશ થઈ મેં પ્રતિજ્ઞા લીધી ન હોત, તે...”
રાજપૂત સરદાર! કાળ પહાડ મારા પતિ છે, માટે તેનું ભંડું બેલશો નહિ.” શાહજાદીએ તેને વચમાં જ બેલતે અટકાવીને ગંભીર ભાવથી કહ્યું. “ને કમ્નસીબીથી જે નજરુન્નિસા તમારા હાથમાં સપડાયેલી છે, તેની ઈજજત અને દરજ્જાને લાયકીથી જાળવજે.” .
નજીરુન્નિસા” એ નામ સાંભળતાં જ રણધીરના મનમાં આનંદ અને આશ્ચર્યને ભેગે ભાવ ઉત્પન્ન થયા. કારણ કે, તેણે તેને સ્વપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com