________________
૧૩૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પણ એક વિનાકારણ ઉપસ્થિત થએલા યુદ્ધમાં પોતાના અમૂલ્ય યોધા અને પ્રજાજનોની વ્યર્થ પ્રાણહાનિ કરવાનું અને નિર્દોષોના શાણિતથી ભૂમિને રંગવાનું મહારાજાને યોગ્ય લાગતું નથી. એટલા માટે જ - આ શ્વેત પતાકાસાથે મને અહીં મોકલીને મહારાજાએ શાંતિની ઇચ્છા રાખી છે અને આશા છે કે, તે શાંતિ પરસ્પર સદાને માટે કાયમ રહેશે.”
નૌજવાન !” કાળાપહાડે ગંભીર અને ભીષણ સ્વરથી કહ્યું, “આ સંદેશો તારા રાજાએ પૂરે વિચાર કરીને મોકલ્યો હોય, એમ દેખાતું નથી. કાળાપહાડ પાસેથી જે કાઈ પણ તાબેદારી કબૂલ ન કરતાં સુલેહની માગણી કરે છે, તે ગયા જહાંગીર મુસભાની ઝુંડાની ફતેહમંદીને અપમાન જ આપે છે. મારા વિચારો આવી છે. માટે એ માગણીને માંડી વાળ અને ચાલ્યો જા.”
“જે સ્વલ્પ કારણથી આપ યુદ્ધ કરવાને અને સહસ્ત્રાવધિ નિર્દોષ મનુષ્યના જીવની હાનિ કરવાને તત્પર થયા છે, તેના કરતાં દયાવાન સેનાધ્યક્ષ ! મારા મહારાજાને સંદેશે વધારે વિચાર વિનાને તો નથી જ.” સાહસિક વિરયુવક રણધીરસિહે ભયવિના સત્ય અને સરળ ઉત્તર આપ્યું.
“તારી નૌજવાનીના ખીલતા ફૂલે જે મારા મનમાં દયા ન ઉપજાવી હત, તે ઓ ગુસ્તાખ કાસિદ!” મગર કાળાપહાડે કાપના આવેશથી કહેવા માંડ્યું. “તારા મુખમાંથી નીકળેલા આ શબ્દોએ તારા શાણિતના સિંચનથી જ મારા કોપરૂપી અગ્નિને શાંત કર્યો હોત. જા અહીંથી સત્વર ચાલતો થા, તારા સ્વામીની સભામાં પહોંચી જા અને તેને કહે કે, શત્રુઓના પ્રાણની રક્ષાનું અને કાતિલ દુશ્મનને કાબૂમાં લાવવાનું કામ કાળેપહાડ સારી રીતે જાણે છે. તારા અપરાધની હું જે કે ક્ષમા આપું છું, પણ તારા મહારાજાને તે થોડા સમયમાં જ લેહની શૃંખલાથી બદ્ધ કરીને બંગાળાની યવનભૂમિનાં દર્શન કરાવીશ.” એટલું બેલીને કાળેપહાડ કાંઈક ગંભીર વિચારમાં પડી ગયો અને વિચાર કરીને પાછો છે કે, “ઓ બહાર કાસિદ રણધીરસિહ ! મારી છાવણીમાંથી તું બહાર નીકળે કે, તારે આપણી વચ્ચે શત્રુતાનો આરંભ થએલો સમજી લે. માર્ગમાં તને મારા સૈન્યના સૈનિકે મળે, તે તત્કાળ તારે તેમનાપર આક્રમણ કરવું અને તેમને ગુપ્ત દૂ-જાસૂસ જાણવા. આ સઘળા કાર્યભારને આધાર તારા વિજયપર અવલબેલો છે. પરંતુ જે તારા દુર્ભાગ્યથી મારા સૈનિકોના હાથમાં તું જ સપડાઈ જઈશ, તે તને ભયંકર શિક્ષા આપવામાં આવશે. બસ હવે ચાલતો થા. મારી એકવાર થએલી આજ્ઞા કેઈ કાળે પણ ફરવાની નથી માટે કાંઈ પણ બોલવાનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com