________________
કાળાપહાડની છાવણી
૧૩૩ સને રાત્રિના સમય વિશ્રાંતિમાં વિતાડ્યો અને બીજા દિવસને પ્રભાતકાલ થયો. શરતનો પ્રારંભ થઈ ચૂકી હતો અને સૈન્ય વનવિભાગમાં નદીને તીરે પડેલું હતું, તેથી સ્વાભાવિક રીતે ત્યાં શીતલતાનો પ્રભાવ વિશેષ હોય, એ સર્વથા સંભવિત છે. એથી અનેક સૈનિકે ઉષ્ણવાથી પિતાનાં શરીરને આચ્છાદિત કરીને જંગલમાંથી વીણી લાવેલાં કાર્બોને સળગાવીને તાપતા બેઠા હતા અને અનેક પ્રકારના ગપાટા હતા જતા હતા. કેટલાકે ખુદાની ઇબાદતમાં મશગૂલ થઈ ગયા હતા અને કેટલાકે સ્વયંપાકની તૈયારી કરવામાં પણ રોકાયેલા હતા. કારણકે, કેટલાકને સવારમાં જ કાંઈક ખાવાની આદત પડી ગએલી હોય છે. લગભગ અર્ધપ્રહર દિવસ ચઢ્યો હશે, તે વેળાએ શત્રુઓનો એક દૂત પિતાના થોડાક મનુષ્ય સહિત ત્યાં આવી પહોંચ્યો અને તેણે પિતાના સ્વામી ઓરીસાના સ્વતંત્ર મહારાજા નંદકુમાર દેવને સંદેશ આપવામાટે સેનાપતિ કાળાપહાડની મુલાકાત કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. યવન સેનાપતિની આજ્ઞાથી તેને ખાસ તંબૂમાં દાખલ કરવામાં આવ્યો. સેના પતિ કાળેપહાડ પોતાના તંબૂના મધ્યભાગમાં એક ઉચ્ચ આસને વિરાજેલો હતો અને આસપાસ સેનાના બીજા અધિકારી જનો પણ વાતચિત કરતા બેઠેલા હતા. આર્યડૂત પિતાના સાથીઓને બહાર ઊભા રાખીને પિતે એકલો જ તંબૂમાં દાખલ થયો અને સેનાપતિને માનથી સલામ કરીને દૂર ઉભે રહ્યો.
“તારું નામ શું ?” દૂતને પગથી માથા સુધી તપાસીને તેના નવીન યૌવન, સુશોભિત શરીર, ચંદ્રસમાન વદન અને ભાગ્યે જ વીસ બાવીસ વર્ષેનું વય છતાં અતુલ શૌર્યની મનમાં જ પ્રશંસા કરતાં નિ:સ્તબ્ધતાનો" ભંગ કરીને યવન સેનાધ્યક્ષ કાળાપહાડે મંગળાચરણમાં એ પ્રશ્ન પૂછ્યો.
રણધીરસિંહ.” યુવક દૂતે સંક્ષિપ્ત ઉત્તર આપ્યું.
“અત્યારે અહીં આવવાનું શું કારણ છે?” કાળાપહાડે વધારે આશ્ચર્યચકિત થઈને પુનઃ એ પ્રમાણે પૂછ્યું.
“મહાન શક્તિમાન રીસાના મહારાજાધિરાજ નંદકુમાર દેવને હ દત છે.” રણધીરે તેના પ્રશ્નનું ઉત્તર આપતાં નિર્ભયતા અને શૂરવીર, તાથી કહેવા માંડ્યું. “મારા સ્વામીએ મને આ શ્વેત ધ્વજા આપી આપ સાથે શાંતિની વ્યવસ્થા કરવામાટે મોકલેલ છે અને કહેવડાવ્યું છે કે, પ્રબળ આર્યસેના સમક્ષ દુર્બળ યવનસેના યુદ્ધભૂમિમાં દઢતાથી ટકી શકે તેમ નથી જ; તેમ જ ક્ષત્રિયવીરે રણમાં કાઈ કાળે પણ પાછી પાની કરે તેમ નથી. અમારી શાસ્ત્રીય ધર્મયુદ્ધની રીતિ સમીપ તમારા સિપાહીઓની જંગલી લડાયક ચાલ કોઈ પણ મિસાતમાં નથી; તે
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com