________________
સરવરતીરે
૧૨૭ કરેલી નહતી. જે દિવસે પ્રભાતકુમાર સાથે સંભાષણ થયું હતું, તે દિવસની સર્વ ઘટનાઓ ઉષાને વૃક્ષના પ્રત્યેક પર્ણમાં આલેખેલી દેખાવા *લાગી. એ વૃક્ષની શીતલ છાયામાં ઉભી રહીને ઉષા કહેવા લાગી કે,
પ્રભે! આ સ્થાન બીજા સર્વ સ્થાનો કરતાં વધારે રમણીય હોય, એમ દેખાય છે. વૈશાખની પૂર્ણિમાને દિવસે માતા સાથે હું આ વૃક્ષતળે જ આવીને ઊભી રહી હતી.”
પ્રભાવતીનું ધ્યાન બીજી દિશામાં હતું, એટલે ઉષાના એ ઉદ્ગારનું તેણે કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ. ઉષા પાછી બોલવા લાગી કે, “તે દિવસે તે અહીં ઘણાં માણસો જોવામાં આવતાં હતાં અને આજ તોકાઈએ નજરે પડતું નથી, એનું કારણ શું હશે, હું બહેન ?”
એકાએક માર્ગમાં વિચરતા યાત્રાળુઓમાં ધક્કાધછી થવા લાગી, અને સર્વ જનો માર્ગને મૂકીને બીજા મનુષ્યોને પાછળ ધકેલતા માર્ગમાંથી નીકળી એક બાજુએ ઊભા રહી ગયા. ઉષા અને પ્રભાવતીએ જોયું કે, સામેથી બાર અશ્વારોહી સૈનિકે તેમની તરફ ચાલ્યા આવતા હતા. તે સર્વના અગ્રભાગે એક તરુણ વીર પાતાના અશ્વને નૃત્ય કરાવતો સુંદરતાથી ચાલ્યો આવતો હતો. - પ્રભાવતી ઉષાને ધીમેથી કહેવા લાગી, “ઉષે! જે તે ખરીકેટલા બધા ઘોડેસ્વાર સિપાહીઓ ચાલ્યા આવે છે તે! ઍ બધા આપણા રાજાના સિપાહીઓ છે હો!” પ્રભાનાં એ વચને સાંભળતાં જ ઉષાની દષ્ટિ તે સૈનિકામાં લાગી ગઈ. તેનું મન ઉદ્વેગપૂર્ણ થઈ ગયું હતું અને શરીરમાં કંપનો આવિર્ભાવ થવા લાગે. કદાચિત પૂર્વે કેાઈ સમયે ઉષાએ રાજસૈનિકેનેજેયા નહિ હોય, તેથી જ આ વેળાએ આટલી બધી વ્યાકુલતાથી તે અહીં તહીં જેવા લાગી હશે. અશ્વારોહી સેનાનીઓ અને ધીમે ધીમે મંદગતિથી ચલાવતા–નચાવતા વાતો કરતા ચાલ્યા આવતા હતા. જે તસણું વીર અગ્રભાગે હતો, તેણે વટવૃક્ષ પાસે આવીને પોતાના અશ્વને
ભાવ્યો અને અસંખ્ય મનુષ્યોની ભીડમાં કોઈને શોધવા લાગ્યો. એકાએક જ્યાં ઉષા અને પ્રભા ઉભી હતી, ત્યાં તેની દૃષ્ટિ પડતાં જ કાણ જાણે ચિન્તાથી કે પછી સર્જેથી તેને લલાટપ્રદેશ સંકુચિત થઈ ગયે. પરંતુ જ્યારે એક અત્યન્ત કાતરદૃષ્ટિ સાથે તેની દૃષ્ટિનું સંમેલન થઈ ગયું, ત્યારે તે તણું વીર અશ્વારોહી અર્થાત આપણી નવલકથાના ઉપનાયક પ્રભાતકુમારે જાણી લીધું કે, વટવૃક્ષ તળે તેના હદયરાજ્યની રાશી ક્ષીણુંગી મલિનવસના ઉષા ઊભેલી છે. ઉષા જે પદાર્થના શોધમાં હતી, તે પદાર્થ તેને પ્રાપ્ત થયો કે નહિ, એ અમે કહી નથી શકતા, તેમ જ અમે એ પણ જણાવી નથી શકતા કે, અશ્વારોહી વીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com