________________
૧૨૮
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
પ્રભાતકુમારને તે ઓળખી શકી કે નહિ ? પરંતુ તેના શરીરમાં સ્વદના ઉદ્ભવ થયા અને મનમાં જે યાતના થયા કરતી હતી, તેમાં ઘણા જ વધારા થઈ ગયા. ઉષા, અસ્પષ્ટ સ્વરથી પ્રભાવતીને કાંઈક કહેતી એકાએક મૂચ્છિત થઇને ધરણીપર ઢળી પડી.
''
37
ભાળી ખાળા પ્રભાવતી પેાતાની પ્રાણપ્રિય સખી ઉષાની આવી દુર્દશા દેખીને હાહાકાર કરતી રેવા લાગી. એથી પાસે ઊભા રહેલા અને આવતા જતા યાત્રાળુઓમાં પણ કાલાહલ મચી ગયા. પ્રભાતકુમાર અશ્વપરથી ઉતરી મનુષ્યોને દૂર કરીને ઉષા પાસે આવીને ઉભેા રહ્યો. એકાએક એક વીર રાજપુરુષને પેાતાસમક્ષ આવીને ઊભેલેા જોઇને પ્રભાવતી પાકાર કરીને કહેવા લાગી કે, “હું તમને હાથ બેડીને અને પગે પડીને કહું છું કે, કાઈ પણ એના શરીરને સ્પર્શ કરશે! નહિ. યાત્રાળુઓના જય જગન્નાથના જય” એ જયદર્શક ગગનભેદક ધ્વનિએ પ્રભાવતીના રાદનધ્વનિને ઢાંકી નાખ્યા. પ્રભાત પ્રભાવતીને આળખી ચૂકયા હતા, તેથી તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યા કે, “ પ્રભાવતિ ! । નહિ. ખીવાનું કાંઈ પણ કારણ નથી. હું પ્રભાત છું. પ્રભાવતીએ આશ્ચર્યપૂર્ણ દૃષ્ટિથી પ્રભાતને જેયા અને જ્યારે તેને ખરાખર આળખ્યા, ત્યારે તેના હૃદયમાં આનન્દ અને હર્ષના એટલેા બધે ભાવ ઉદિત થયા કે, તેનું વર્ણન કરવાને અમે સમર્થ નથી.
st
27
પ્રભાત પણ ઉદ્વિગ્ન ચિત્તે ત્યાં પૃથ્વીપર જ બેસી ગયા અને ધીમે ધીમે ઉષાનું મસ્તક ઉઠાવીને પેાતાના ખેાળામાં રાખ્યું અને ત્યાર પછી ધણી જ સાવધાનતાથી તે તેના મુખમાં વ્યાપેલા પ્રસ્વેદના બિંદુઓને લૂછવા લાગ્યા. ત્યાં જે ખીજા મનુષ્યા અમથા આવીને ઊભા રહ્યા હતા, તેઓ સ્પષ્ટતાથી જેઈ શકયા કે, વીર પ્રભાતકુમારનાં નેત્રામાંથી પ્રબળ અશ્રુની ધારા વહી નીકળી હતી. ઉષાના મુખને શ્વેતા તે રાદનમાં પ્રવૃત્ત રહ્યો. તેના મુખમાંથી એક પણ શબ્દ બહાર નીકળી શકયા નહિ—તે દિગ્મૂઢ અની ગયા.
પ્રભાવતી રાતી રાતી પ્રભાતને ઉદ્દેશીને કહેવા લાગી કે, “પ્રભાત ! બહુ જ સંકટના સમય છે. ઉષા અતિશય દુર્બળ થઈ ગઈ છે. આટલું ચાલી આવી, તેથી એનું મસ્તક થાકથી તપી ગયું અને સૂચ્છિત થઈને પડી ગઈ. જરા એની નાસિકાને હસ્તસ્પર્શ કરીને જુએ તે કે, શ્વાસ ચાલે છે કે નહિ ?”
ખરા
પ્રભાતે ઉષાની નાસિકાને હસ્તસ્પર્શ કર્યો. શ્વાસ ચાલતા હતા. પ્રભાત પ્રભાવતીને સંમેાધીને ખેાટ્યા કે, “ભય જેવું કશું પણ નથી. પવન નાખવાથી એ હમણાં જ સચેત થઈ જશે, જરા હવા કર.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com