________________
૧૨૬
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
રાગ મટવાંના નથી. મારા ચિત્તમાં મરણુના શાક નથી. પણ જો આ માળા દેવને અર્પણ કરવામાં નહિ આવે, તેા મારા સળે! શ્રમ વ્યર્થ જશે, એટલામાટે જ મારા મનમાં અસહ્ય શાક થયા કરે છે.” ઉષાએ ચિત્તને દૃઢાવીને પૂર્વવત્ ઉત્તર આપ્યું.
t
“એ વ્રત કરવાથી શું ફળ મળે છે ?” પ્રભાએ તુરતાથી પૂછ્યું. “મનુષ્ય મરી જાય છે અને મરીને પુનર્જન્મ ધારણ નથી કરતું અને વ્રત કરનાર જે વસ્તુની ઇચ્છા રાખે છે, તે તેને તત્કાળ પ્રાપ્ત થઈ શકે છે. એટલું જ એ વ્રતનું ફળ છે.” ઉષાએ રહસ્યમય ઉત્તર આપ્યું. “વાસ તે માળા કર્યા છે ?' પ્રભાએ તે માળા જોવાની ઇચ્છા દર્શાવી. ખાવાઈ ન જાય, એટલા માટે સાડીને છેડે બાંધી મૂકી છે.” ઉષાએ સાડીના છેડે બતાવીને કહ્યું. પ્રભાએ ગાંઠ છેાડીને જોયું, તા માળામાંનાં બધાં પુષ્પા સૂકાઇને કળીઓ જૂદી પડી ગએલી તેના જેવામાં આવી. માત્ર એ ચાર પુષ્પા જ દોરી સાથે બંધાયલાં રહ્યાં હતાં. તેના હૃદયમાં હવે વિશ્વાસ આવ્યા કે, ઉષાએ ખરેખર વ્રત રાખ્યું હશે. એ વિશ્વાસથી તેણે પૂછ્યું કે, “માળા દેવને ક્યારે અર્પવાની છે?” “આજે જ. કારણકે, આજે રથયાત્રાના મહેાત્સવ છે, ધણા જ શુભ દિવસ છે.” ઉષાએ કહ્યું.
એટલે
“બહુ સારું—ત્યારે ચાલ-હું તને મારા હાથનેા આધાર આપીને ધીમે ધીમે ત્યાં લઈ જશ અને માના આવવા પહેલાં જ આપણુ બન્ને અહીં પાછાં આવી પહોંચીશું.” અંતે દયા આવવાથી માતાની આજ્ઞા ન છતાં પણ ઉષાને મંદિરમાં લઈ જવાનું સાહસ કરીને પ્રભાવતીએ એ શબ્દોના ઉચ્ચાર કર્યો.
ઉષાના શરીરમાં દુર્વ્યલતાની એટલી બધી અતિશયતા થઈ ગઈ હતી કે, જો તેના મનના પ્રબળ આવેગનું તેને ઉત્તેજન મળ્યું ન હૈાત, તા તેનાથી એક ડગલું પણ ચાલી શકાત નહિ. કાઈ પણ પ્રકારના કષ્ટ વિના તે શય્યાપરથી ઊઠીને ઉભી થઈ અને પ્રભાવતીના સ્કંધલાગે હસ્ત રાખીને ચાલવા લાગી. એ વેળાએ જાણે તેના શરીરમાં રાગનું નામ પણ ન હેાય, એવેા જ સર્વથા ભાસ થતા હતા.
જગન્નાથપુરીના પ્રત્યેક માર્ગમાં લેાકેાની ધણી જ ભીડ થએલી હતી. ભીડમાંથી મહાપરિશ્રમે માર્ગ કરતી ઉષાને સહીસલામત લાવીને પ્રભાવતી વટવૃક્ષ તળે આવી પહોંચી. મંદિરના સમીપ ભાગમાં શાભતા - એ વિશાળ વૃક્ષરાજનાં પર્ણો અને શાખા તે દિવસે એટલાં બધાં સુશાભિત અને મનેહર દેખાતાં હતાં કે, ખરેખર જોનારને તેમાં કાઈ દૈવી અંશનું જ દર્શન થતું હતું. પૂર્વે એ વૃક્ષે આવી શાભા કંદાષિ ધારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com