________________
૧૧૪
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
એરડા છે. એ ચાર ઓરડાઓનાં ભિન્ન ભિન્ન નામે આ પ્રમાણે છે. ૧ ઉપહારભવન, ૨ સ્તંભવાળું નૃત્યવાદનભવન ૩ સભાસદન અને ૪ શું દેવભવન. એ દેવસદનમાં શ્રી જગન્નાથ, તેના બંધુ અલભદ્ર અને ભગિની સુભદ્રાની મળીને ત્રણ મૂર્તિ બેસાડેલી છે.
મૂર્તિની આકૃતિ સુંદર નથી. તેને માટે માળવાના રાજાની રાણીની આતુરતા જેવી જ એક ખીજી દંતકથા પણ સાંભળવામાં આવે છે, તે આ પ્રમાણેઃ—જ્યારે શ્રી કૃષ્ણના વ્યાધના ખાણથી દેહાંત થયા ત્યારે તેમનું ચૈતન્યહીન શખ એક વૃક્ષ તળે પડ્યું હતું. કેટલાક ભાવિક જનાએ તેમનાં અસ્થિ એક મંજૂષા (પેટી) માં મૂકયાં, એટલામાં રાજા ઇન્દ્રદ્યુમ્રને સ્વમમાં એક મૂર્ત્તિ બનાવીને તેમાં એ અસ્થિ રાખવાની ઈશ્વરની આજ્ઞા થઈ. રાજાએ વિશ્વકર્માને મૂર્તિ બનાવી આપવામાટે પ્રાર્થના કરી. તેણે મૂર્ત્તિ કરવાની તા હા પાડી, પણ જ્યાં સુધી મૂર્ત્તિ તૈયાર ન થાય, ત્યાં સુધી કાઇએ આવીને મારું કાર્ય એવું નહિ એકવીસ દિવસ સુધી મારા કાર્યમાં પ્રત્યવાય કરવા નહિ.” એવી રાજા પાસે પ્રતિજ્ઞા કરાવી. રાજાએ પ્રતિજ્ઞા કરી, પણ પંદર દિવસ પછી આતુરતાને ખાવી ન શકવાથી તેણે વિશ્વકર્માને મૂર્તિ બનાવતી વેળાએ જોવાના પ્રયત્ન કર્યો. પ્રતિજ્ઞાના ભંગ કરવાથી મૂર્ત્તિનું કામ અધૂરું રહી ગયું ને તેથી તેને તેવા જ રૂપમાં શ્રી કૃષ્ણનાં અસ્થિસહિત મંદિરમાં
પધરાવવામાં આવી.
ષષ્ઠ પરિચ્છેદ સૂત્તિ અને મહેાત્સવા
જગન્નાથની મૂર્ત્તિના રંગ કાળા છે. એનાં નેત્રા ગેાલાકૃતિ; મસ્તક ચપટું; શિરના શિખરે એક ચતુષ્કાણુ કડા; નાક માટું અને અણીવાળું અને સુખ અર્ધચંદ્રના આકારનું છે. એ મૂર્તિની ઉંચાઈ ૮૪ યવ અથવા અંશુલ એટલે લગભગ છ ફીટની છે. અલભદ્રની મૂર્ત્તિ પણ ને કે બહુધા જગન્નાથની મૂર્ત્તિ જેવી જ છે, તેા પણ તેમાં કેટલીક ભિન્નતા રહેલી છે. એ મૂર્તિનાં નેત્રા ઈંડાની અંસ્કૃતિનાં અને કાંઇક ઢળતાં છે. સુખના ભાગ ને કે અર્ધચન્દ્રના આકારના છે, પણ તે રંગીને કરેલા છે. નાક લણુંજ માટું અને વાંકું વળી ગએલું છે તથા નસકારાંને સ્થાને મે લાલ રંગના ડાધ પાડેલા છે. કાનાનું અસ્તિત્વ બતાવવા માટે એ - મૂર્તિના તે સ્થળે કાઈ પશુ જાતિનું ચિત્રકાર્ય અથવા તેા કાતરકામ કરેલું જૈવામાં આવતું નથી. અર્થાત્ મૂર્ત્તિ કર્ણ વિનાની છે. આગળ પડતી એ વક્રાકાર રેષાએથી મસ્તકના એ વિભાગા થઈ ગએલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com