________________
પુરી અને જગન્નાથનું આધુનિક મંઢિર
૧૧૩
ઓળખાતું હતું. ઇ. સ. ૩૦૦ માં એ રાજાને પેાતાના શત્રુઓના મહુ જ ઉપદ્રવ થવા માંડ્યો, એટલે દાંતનું રક્ષણ કરવાના હેતુથી તેણે પેાતાની પુત્રી–રાજકન્યાને એ દાંત અંભેાડામાં છૂપાવીને સીલેાન લઈ જવાની આજ્ઞા કરી. સીલેાનમાં એ દાંતની ઘણી જ પ્રતિષ્ઠા થઈ અને ત્યાં પણ એને માટે એક અદ્વિતીય ભવ્ય મંદિર એંધાવવામાં આવ્યું.
જગન્નાથનું વર્તમાન મંદિર રાજા અર્નંગ ભીમદેવે બંધાવેલું છે. એવી આખ્યાયિકા પ્રસિદ્ધ છે. એ રાજાના રાજ્યના વિસ્તાર હુગલીથી ગાદાવરી સુધી વિસ્તરેલા હતા. એકવાર તેના હાથે અચાનક બ્રહ્મહત્યા થઈ ગઈ અને તેથી પેાતાના જીવનના અવશેષ ભાગ . તેણે એ પાપની નિવૃત્તિ માટેનાં પ્રાયશ્ચિત્તો કરવામાં વીતાડવાના ઉદ્યોગ કર્યો. દશ માટી મેટી નદીએપર તેણે ભારી ભારી સેતુએ બંધાવ્યા, એકસા ને ખાવન ધાટે બંધાવ્યા અને પ્રજાના ઉપયાગમાટે ખીજાં પણ કેટલાંક પ્રસિદ્ધ સ્થાના કર્યો. તેણે કેટલાંક મંદિર બંધાવ્યાં, તેમાંનું જગન્નાથનું પણ એક મંદિર હતું. પંદર લાખ મહેારા એ મંદિરમાટે જૂદી કાઢી રાખવામાં આવી હતી. એ મંદિરનું બાંધકામ ચૌદ વર્ષની ઘણી જ લાંબી મુદ્દત સુધી એકસરખું ચાલુ હતું અને અંતે ઇ. સ. ૧૧૯૮ માં એ મંદિર બાંધી તૈયાર કરીને શિલ્પકારા પોતાના શ્રમથી મુક્ત થયા. અનંગ ભીમદેવની એ સર્વથી મહતી પુણ્યકૃતિ હતી, એમ આજે પણ આરીસામાં સર્વોત્ર માલાય છે.
એ મંદિરના વાડે ચતુષ્કાણુ આકારના કપૂર ફીટ લાંમા અને ૬૪૪ પીઢ પહેાળા છે. અંતૉંગના સંરક્ષણમાટે ૨૨ ફીટ ઉંચાઇની મજબૂત પત્થરાની એક દીવાલ બાંધેલી છે. તે દીવાલના અંદરના ભાગમાં અનેક દેવાલયેા બાંધેલાં છે અને તે ભિન્ન ભિન્ન દેવાને અર્પણ કરેલાં છે. મેટામાં મોટું અને સર્વથી ઉન્નત મંદિર શ્રી જગન્નાથને અર્પણ કરવામાં આવેલું છે. એના શંકુ આકૃતિ અને ખારીક ક્રાંતરકામવાળા શિખરની ઉંચાઈ ૧૯૨ ફીટની છે. કાળના અનંત આધાતથી એના રંગ કાંઇક
કાળા થઈ ગએલા છે. એ શિખર વિષ્ણુના સુદર્શન ચક્ર તથા ધ્વજાથી શૃંગારિત છે. મંદિરમાં પ્રવેશ કરવાનું જે મુખ્ય દ્વાર છે, તે સિંહદ્વારના નામથી ઓળખાય છે. મહુધા એ દ્વાર પાસેના ચામૂણુા મેદાનમાં જ યાત્રાળુઓ આવીને ભેગા થાય છે. એ સ્થાને માત્ર એક જ પાષાણુમાંથી કારી કાઢેલા એક ઉચ્ચ અને સુરોાભિત સ્તંભ ઉભેલા છે; કે જે જગન્નાથના મંદિરથી વીસ માઇલના અંતરે આવેલા કાણાર્ક નામક સ્થાનના સૂર્યમંદિર સમક્ષ શતકાના શતકા પર્યંત ઊભેલા હતા. જગ ન્નાથના મંદિરમાં એકબીજા સાથે આવજાવના માર્ગના સંબંધ ધરાવતા ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com