________________
( ૯૨). ઉત્તર દક્ષિણ સુમારે ૧૨૦ માઈલ અને પહોળાઈ ૮૨ માઈલ છે. ઇએજેના તાબાની મઉની છાવણી આ પ્રાંતમાં છે. જે રામપુર અને તેની આસપાસનો મુલક, આ પ્રાંતની પૂર્વ પશ્ચિમ લંબાઈ ૭૧ માઈલ છે. આ પ્રાંત અંદરથી વાવ્યકોણ તરફના ભાગમાં આશરે ૧૫૦ માઈલ દુર છે. ૩ ઇંદોરની ઉતરે મહદપુરાનો પ્રાંત. ૪ ઈરની પશ્ચિમે દાહી ગામ નીચેનો પ્રાંત ૫ ઈરની વાવ્યકોણમાં પીટલાદ નીચેને પ્રાંત અને ૬ ઇંદોરની પૂર્વે અહિખાસા નીચેનો પ્રાંત છે. આ પ્રમાણે છે કે આ રાજ્યનો મુલક વહેંચાલે છે.
ઈંદોરના આખા રાજ્યનો વિસ્તાર ૮૪૦૦ ચોરસ માઇલ જમીન અને ૩૭૩૪ ગામ તથા તેમાં આશરે ૧૫૪૦૦૦ (દશ લાખ ચેપના હજાર) માણસની વસ્તી છે. વાર્ષિક પેદાશ આશરે રૂ.૭૦૦૦૦૦૦ (સીતેર લાખ)ની થાય છે. હેલકર સરકાર અંગ્રેજ સરકારને સૈન્યના ખરચમાં ભાગ આપે છે.
દેશનું સ્વરૂ૫–ગૂજરાતમાં ગાયકવાડના રાજ્યની માફક આ દેશના ભાગ ઘણું કરીને એક બીજાથી અલગ છે. ઈદોર અને તેની આસપાસનો જે મુલક છે તે મણે વિંધ્યાદ્રિ પર્વતની એળ ચાલેલી છે.
આ પ્રાંતને કંઈક ભાગ વિધ્યાત્રિની ઉત્તરે અને ઘણે ભાગ તેની દક્ષિણે છે. | નદીઓ–૧ નર્મદા; એ મોટી નદી આ રાજ્યની પૂર્વ દિશા તરફ વિધ્યાદ્રિમાં આવેલી અમર કંટક ટેકરી આગળથી નીકળી ઉપર બતાવેલા મુલક (ઈદર અને તેને લગતો મુલક) ના દક્ષિણ ભાગમાં પૂર્વથી તે પશ્ચિમ ભાગમાં વહે છે. ૨ ચંબલ એ વિધ્યાદ્રિ પર્વતમાંથી નીકળી રામપુરા અને તેની આસપાસના ભાગમાં દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. આ શિવાય નાની નદીઓ ઘણી છે પણ તે જાણવા જેવી નથી.
હવા–જે ભાગમાં ઝાડી અને ડુંગર પુષ્કળ છે. ત્યાંની હવા રોગીષ્ટ છે. પરંતુ બીજા ભાગની હવા ઘણી સારી છે. વર્ષદ ઈશાન કોણ તરફથી આવે છે અને તે ઘણે હોય છે.
જમીન તથા નિપજ-જે ભાગ વિંધ્યાદ્રિ પર્વત તથા સાતપુડા ૫હોની વચ્ચે છે તે ડુંગર અને પુષ્કળ ઝાડીથી ઢંકાએલો છે. બાકીનો ઘણું કરીને સપાટ તથા વધારે આબાદ છે. માળવાનો ભાગ બધા કરતાં વધારે રસાળ છે. તેમાં ઘઉં, ડાંગર, કઠોળ, શેરડી, ખસખસ, કપાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com