________________
(૮૯) મુખ ત્યારે મુલ્ક, અઝીમલ ઈકદાર રફી અમ્યાન વાળા સીકો મેટા સ્વામી કુરાન ઉમદા ઉમરા, રસમસ સુલતાન મહારાજાધિરાજ અલીજાંહ, શ્રીનાથ મસહુરે ઝમાન, ફીદવી એહઝરત મુલક મઝુમ રીયદ દારજી, ઇત્યાદી.”
તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિકટોરી અને રાજ કર્યાને પુરાં ૫૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હિંદુસ્તાનમાં યુબિલી નામનો મહત્ત્વ પાળવામાં આવ્યો હતો તેમાં મહારાજા માધવરાવ સિંધિઓએ પણ સારો ભાગ લીધો હતો. તે દિવસે મહારાણીના માનાર્થે ૧૦૧ તોપ ફોડી હતી બપોર પછી જયબિલાસ મહેલમાં દરબાર ભરરવામાં આવ્યો હતો. તે વખત રેસીડેન્ટ, દાક્તર ક્રાફટસ વગેરે હાજર હતા. દરબારમાં રીજન્સી કાઉન્સીલના પ્રેસિડેન્ટ, રાવરાજાસર ગણપતરાવ કે. સી. એસ. આઈ. એ માનપત્ર વાંચ્યું હતું, તેમાં નીચેની મતલબનું* બોલ્યા હતા. “મહારાણીની જ્યુબીલી વખતે અહીમાં જે કહેવામાં અને કરવામાં આવે છે તે ફક્ત દેખાડવામાં આવે છે અથવા તો નામની જ રાજભક્તિ દેખાડવામાં આવે છે તેમ નથી પણ તે ખરા અંતઃકરણનું છે. આ વર્ષમાં મહારાણીજીના સાજ સાથે અમે વધારે નિકટના સંબંધમાં આવ્યા છીએ. અમારો અસલી કિલ્લો અમને પાછો મેંપવામાં આવ્યો છે. મહારાજા માધવરાવનું તખનસીન પસંદ કરવામાં આવ્યું છે. તેમની કેળવણીની યોગ્ય ગોઠવણ કરવામાં આવી છે. મહારાજાના આગ્રહથી કર્નલ બેનરમન વિકટોરીઆ કોલેજને આજે પાયો નાખશે. એ શાળા જ્યુબીલીનો ખરશે સ્મરણ તંભ થશે. એ સિવાય એમbસરોડ એ નામનો એક નવો ઉપયોગી રસ્તો બાંધવામાં આવશે. વાલિઅર અને ઈશાગાઝ પ્રગણામાં દુકાળ પડ્યો છે તેથી રાત હેરાન છે, માટે ૨૮૧૦૦૦૦૦ (અંકાશીલાખ)નું મહેસુલ બાકી છે તે માફ કરવામાં આવશે. પોલીસના સિપાઈઓનો પગાર વધારવામાં આવશે, કંટાળે ઉપજાવે એવા કર કાઢી નાખવામાં આવશે; દેવાદાર કેદીઓને છોડી મુકવામાં આવશે અને તેના લેણદારોને દરબારના ખજાનામાંથી નાણાં આપવામાં આવશે, ક્ષમાપાત્ર કેદીઓને છૂટા કરવામાં આવશે, એટલું જ નહિ પણ શ્રી મહા
* યુબિલી સંવતસર.
૧ી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com